MGVCLએ વીજચોરીમાં રૂ. 13.94 લાખ દંડ વસૂલ્યો

Anand News - mgvcl is involved in theft of rs 1394 lakh penalty was levied 060024

DivyaBhaskar News Network

Sep 16, 2019, 06:00 AM IST
આણંદ એમ.જી.વી.સી.એલ હેઠળ આવતાં આણંદ, પેટલાદ, બોરસદ, ડિવિઝનમાં વીજ ચોરી ઝડપી પાડવા ઓગસ્ટ માસમાં ડ્રાઇવ યોજાઇ હતી. જેમાં 1618 કનેક્શનો ચેક કરાયા હતા અને 105માં ગેરરીતી જણાતાં 13.49 લાખનો દંડ વસુલાયો હતો.

આણંદ, મોગરી, ઉમરેઠ, ભાલેજ, વિસ્તારના 582 કનેક્શન ચેક કરાયા હતા. જેમાં 23 કનેક્શનોમાં ગેરરીતી જણાતાં 4.08 લાખનો દંડ વસુલાયો છે. જ્યારે પેટલાદ, ખંભાત, ઉંદેલ, સોજિત્રા, તારાપુર વિસ્તારમાં 781 કનેક્શનો ચેક કરાયા હતા. જેમાંથી 42 કનેક્શનોમાં ગેરરીતી જણઆતાં 3.67 લાખ રૂપિયાનો દંડ વસુલાયો છે. જ્યારે બોરસદ ડિવિઝનના બોરસદ, આંકલાવ, આસોદર, રાસ, વાસદ ફીડરના 58 ગામોમાં ચેક કરાયેલા 154 કનેક્શનમાંથી 29માં ગેરરીતી જણાતા 2.67 લાખ રૂપિયાનો દંડ વસુલાયો છે. જ્યારે આણંદ શહેરના સરદાર, શાસ્ત્રી અને વિદ્યાનગર શહેર ડિવિઝનમાં તપાસેલા 101 કનેક્શનોમાંથી 11 કનેક્શનોમાં ગેરરીતી જોવા મળતાં 3.07 લાખનો દંડ વસુલાયો હતો.

X
Anand News - mgvcl is involved in theft of rs 1394 lakh penalty was levied 060024
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી