આણંદ સંકેત ઇન્ડિયા દ્વારા મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ સંકેત ઇન્ડિયા દ્વારા ચાલો બનાવીએ બ્લડ રીલેશન થીમ અન્વયે 10મી મે મેગા બ્લડ ડોનેશન કેમ્પ ઝાયડસ હોસ્પિટલ સામે આયોજન કરાયું હતુ. શુક્રવારે 150 ઉપરાંત રકતદાતાઓએ બ્લડ ડોનેટ કર્યુ હતુ઼. બે દિવસમાં 500 ઉપરાંત રકતની બોટલો એકત્રિત કરી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીને અર્પણ કરવાનો નિર્ણય કર્યો છે. આ પ્રસંગે વિશ્વ રેડક્રોસ દિનની ઉજવણીના ભાગરૂપે આણંદ સંકેત ઇન્ડિયાના ડી.સી.પટેલ, મેહુલભાઈ પટેલને એવોર્ડ આપી સન્માન કરાયું હતું. અગિયાર મેના રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં શહેર સહિત જિલ્લાભરના નગરજનોને લાભ લેવા મેહુલભાઈ પટેલે અનુરોધ કર્યો હતો. એલજી ઇલેકટ્રોનિક સહિત સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવાઓ આપવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...