ઉમેટામાં પ્રેમી પંખીડાઓએ દવા પીધી યુવકનું મોત, પરિણીતા સારવાર હેઠળ

Anklav News - lover pimples kill a youth after taking treatment under paranoid treatment 020628

DivyaBhaskar News Network

Jan 13, 2019, 02:06 AM IST
આંકલાવ તાલુકાના ઉમેટા સ્થિત નદીના કોતરમાંથી શુક્રવારે રાત્રિના ઝેરી દવા પીધેલી હાલતમાં 23 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. નોંધનીય છે કે, આ યુવક અને એક પરિણીતાએ પ્રેમમાં અંધ બની ચાર દિવસ અગાઉ નદીના કોતરમાં ઝેરી દવા ગટગટાવી હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. હાલમાં પરિણીતા સારવાર હેઠળ વડોદરાની હોસ્પિટલમાં છે.

આંકલાવ સીમ વિસ્તારમાં રહેતા મનુભાઈ તળપદાના પુત્ર મેહુલનો ગત આઠમી જાન્યુઆરીના રોજથી કોઈ પત્તો મળ્યો નહોતો અને એ જ દિવસે લથડિયાં ખાતી હાલતમાં ઉમેટા ચેક પોસ્ટ પરથી એક પરીણીતા મળી આવતાં તેને આંકલાવની સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. દરમિયાન, શુક્રવારે મોડી સાંજે યુવકનો મૃતદેહ કોહવાઈ ગયેલી હાલતમાં તેમને મળી આવ્યો હતો. જેની પ્રાથમિક તપાસમાં બંને વચ્ચે છેલ્લાં કેટલાંય સમયથી સંબંધ હતો. પરંતુ તેમના પરિવારજનો અને સમાજ તેમને સ્વીકારશે નહીં તેમ માની તેઓએ ઝેરી દવા ગટગટાવી હતી. .

તારાપુરની મહિયારી કેનાલમાંથી શંકાસ્પદ હાલતમાં યુવાની લાશ મળી : તપાસ શરૂ

તારાપુર : તારાપુરથી કનેવાલ તળાવને જોડતી ખાનપુર શાખા નહેરમાં શનિવાર સવારે મહિયારી ગામના કેટલાક ખેડૂતોએ પીયત દરમિયાન કેનાલમાં કાળા કલરની ટી-શર્ટ અને પેન્ટ પહેરેલા યુવાનની લાશ જોતા જ પોલીસને જાણ કરતા તાબડતોબ તારાપુર પોલીસ ઘટના સ્થળે પહોચી લાશને બહાર કાઢી હતી. મૃત યુવાનના પેન્ટના ખિસ્સામાંથી ફક્ત માથાના દુ:ખાવાની ગોળીઓ મળી આવી હતી. પરતું બીજો કોઈ આધાર મળ્યો નહોતો. પ્રાથમિક તપાસમાં યુવકના થાપા, હાથ તથા પગના ભાગે કોઈએ માર માર્યો હોય તેમ ઘા ઉપસી આવ્યા હતા. મૃતક રંગે ગોરો અને ચહેરા પર આછી દાઢી છે. યુવકને કોઈએ ગંભીર રીતે માર મારીને તેને કેનાલમા નાંખી દીધો હોય તેમ હાલ પોલીસ માની રહી છે. લાશ જોતા આ બનાવ એક દિવસ પહેલા જ બન્યો હોવાનું પોલીસે નોંધ લઇ જાણવાજોગ દાખલ કરી છે.

X
Anklav News - lover pimples kill a youth after taking treatment under paranoid treatment 020628

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી