તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાર્મિક પરંપરાનું ઘટી રહેલું જ્ઞાન ચિંતાજનક સત્સંગનું સંરક્ષણ દૅઢ નિયમો પાળવાથી થાય

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સારસા પાંચ દિવસની જ્ઞાન શિબિરની આચાર્ય અવિચલદાસજી મહારાજે પુર્ણાહુતિ પ્રસંગે જણાવ્યું હતું. કે સારુ ફળ આપનાર વૃક્ષની કલમ અથવા છોડ જમીનમાં રોપીએ છીએ. પરંતુ છોડ રોપવાથી આપણી જવાબદારી પુરી થતી નથી. આ છોડના સંરક્ષણ અને સંવર્ધન માટે આપણે જાગૃતતાપૂર્વક પ્રયાસ કરવો પડતો હોય છે. સત્સંગ દ્વારા આપણા હૃદયમાં ધર્મવૃક્ષ રોપાયા છે. પરંતુ તેનું સંરક્ષણ દ્દઢ નિયમો પાળવાથી થતી હોય છે.

અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રિય અધ્યક્ષ પદે સતત ત્રીજીવાર ચૂંટાયેલા કૈવલ પીઠાધીશ્વર સપ્તમ કુવેરાચાર્ય અવિચલદાસજી મહારાજે પોતાના સાધુદીક્ષા સુવર્ણ જયંતિ મહોત્સવ ભાગરૂપે યોજાયેલી આ જ્ઞાન શિબિરના અંતે વધુમાં જણાવ્યું હતું કે દિનપ્રતિદિન ભારતીય સમાજમાં શાસ્ત્રોઅભ્યાસ, વાંચન, મનન ઓછુ થવા માંડ્યુ છે.એ અંગે ચિતાનો સૂર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મુસ્લીમ પરિવારના ઘરમાં કુરાન કે ખ્રિસ્તી પરિવારના ઘરમાં બાઇબલ હોય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પરમગુરુ શ્રીમત કરુણાસાગરજી મહારાજે રચેલા શાસ્ત્રીરૂપી ગ્રંથોમાં આત્મા પરમાત્મા જીવ સૃષ્ટી અને અનેક પ્રકારનું તત્વજ્ઞાન આપવામાં આવેલુ છે. જે આજના સમય માટે વિવિધ જ્ઞાતિઓ દુર કરવા અને જીવનના વિકાસ માટે જરૂરી હોવાથી આવી શિબિરોના આયોજનમાં દરેક જિજ્ઞાસુઓએ ભાગ લેવો જોઇએ. આચાર્ય અવિચલાસજી મહારાજ સાધુદીક્ષા સુવર્ણજયંતી મહોત્સવની પૂર્ણાહુતિ પ્રસંગે 14મીએ મંગળવારે આણંદમાં મહાઅભિષેક અને ષોડ શોપચાર મહાપૂજાનું યોજાશે.

આજે અવિચલદાસજી મહારાજનો 49મો ગાદી અભિષેક દિન ઉજવાયો
સારસા ગામમાં યોજાયેલા આચાર્ય અવિચલાસજી મહારાજ સાધુદીક્ષા સુવર્ણજયંતી મહોત્સવની પૂર્ણાહુતિ પ્રસંગે 14મીએ મંગળવારે આણંદ જિલ્લાના ભાલેજ પાસે કાસોર ગામે આચાર્ય અવિચલદાસજી મહારાજના 49માં ગાદી અભિષેક ખિન નિમિતે સવારે 9 થી 12 બાલરક્ષક બલકુવેરનો મહાઅભિષેક અને ષોડ શોપચાર મહાપૂજાનું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો