આયુષ્યમાન કાર્ડ : ચરોતરમાં 700 હોસ્પિટલ પણ યોજનામાં માત્ર 53નું જોડાણ

Anand News - life long card 700 hospitals in charotar only 53 in connection to the scheme 020752

DivyaBhaskar News Network

Feb 11, 2019, 02:07 AM IST
ગરીબ દર્દીઓને મફત સારવાર મળી રહે તે હેતુથી પ્રધાનમંત્રી દ્વારા જાહેર કરાયેલી આયુષ્માન ભારત યોજનામાં ચરોતર પંથકમાં 700માંથી માત્ર 53 હોસ્પિટલો જોડાઇ છે. આ યોજનામાં આણંદ જિલ્લામાં તમામ પી.એચ.સી અને સી.એચ.સી કેન્દ્વ સહિત સરકારી હોસ્પિટલોને પણ જોડવામાં આવી છે. સપ્ટેમ્બર 2018થી શરૂ થયેલી આ યોજનામાં 1.50 લાખ આયુષ્યમાનકાર્ડ તૈયાર કરાયા છે. જ્યારે મોટા ભાગની હોસ્પિટલો પાસે એ.એ.બી.એચની માન્યતા ન હોવાને કારણે જોડાઇ શકી ન હોવાથી તેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

યોજનામાં તમામ સુવિધા ઉપલબ્ધ છે

આયુષ્માન ભારત યોજનામાં પ્રાથમિક સેકન્ડરી અને સુપર સારવાર સહિતની ત્રણેય પ્રકારની સારવારનો સમાવેશ કરાયો છે. તમામ સારવાર સુવિધા ધરાવતી ખાનગી હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલોમાં વિના મુલ્યે મળશે.તેમજ ખાનગી હોસ્પિટલોમાં પૂરતી રકમ ચૂકવાય છે . જેથી આગામી દિવસોમાં બાકી રહેલી સુવિધા ધરાવતી ખાનગી હોસ્પિટલો આ યોજનામાં જોડાશે. એમ.ટી.છારી, જિલ્લા આરોગ્ય અધિકારી , આણંદ

યોજનામાં 3.43 લાખ લોકોનો સમાવેશ

આણંદ જિલ્લામાં 1.55લાખથી વધુ તથા ખેડા જિલ્લામાં 1.87 લાખ પરિવારોનો સમાવેશ થાય છે.

ચરોતરમાં 132 સરકારી હોસ્પિટલોમાં તથા કોમન સર્વિસ સેન્ટરો ઉપર કાર્ડ કાઢવાની કામગીરી ચાલે છે.

1332 પ્રકારની બિમારીઓના ઇલાજની સુવિધા છે.

472 દર્દીઓનો ઇલાજ સરકારી હોસ્પિ.માં કરાવાશે.

920 પ્રકારની બિમારીઓનો ઇલાજ કરાવી શકાશે.

NABH માન્યતા ન હોવાથી જોડાઇ શકતી નથી

NABH માન્યતા ન હોવાથી આયુષ્યમાન યોજનામાં ખાનગી હોસ્પિટલનું ઓછુ રજીસ્ટ્રેશન થાય છે. પંથકમાં 60 % હોસ્પિટલો પાસે નેશનલ એક્રેડેશન બોર્ડ ફોર હોસ્પિટલ અેન્ડ હેલ્થકેર પ્રોવાઇડરની માન્યાતા નથી જેથી ઇચ્છતી હોવા છતાં તે જોડાઇ શકતી નથી. જો કે અગામી દિવસોમાં માન્યતા પ્રાપ્ત કરીને જોડાવા માટેની કાર્યવાહી હાથ ધરાશે.

X
Anand News - life long card 700 hospitals in charotar only 53 in connection to the scheme 020752
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી