અગાસ દૂધ મંડળીમાં છ માસથી ખંભાતી તાળાં : પશુપાલકો ત્રસ્ત

DivyaBhaskar News Network

Dec 07, 2018, 03:40 AM IST
Petlad News - latest petlad news 034028
પેટલાદ તાલુકના અગાસ ગામ ખાતે આવેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં હિસાબોમાં થયેલા ગોટાળા બાદ 6 માસથી દૂધ મંડળીને ખંભાતી તાળાં મારી દેવાતાં પશુપાલકોને અન્યત્ર ઓછા ભાવે દૂધ ભરવા, પશુઓની તપાસણી, દાણા-ખોળ, વગેરે સમસ્યાઓનો ભારે સામનો કરવો પડી રહ્યો છે. અને વહેલી તકે દૂધ મંડળી શરૂ કરવા રજૂઆતો કરવામાં આવી છે.

અગાસ ગામ ખાતે અનેક વર્ષોથી અડીખમ દૂધ મંડળી કે જે એક સમયે દૈનિક 3 હજાર લીટર દૂધ એકત્ર કરતી હતી. તેમાં હિસાબ-કિતાબમાં ગોટાળા થતાં રૂા.8.50 લાખની ઉચાપતનો કેસ સેક્રેટરી પર કરવામાં આવ્યો હતો. જેની સામે કોર્ટ રકમ વસુલ કરીને સેક્રેટરીને નિર્દોષ છોડી મુક્યા હતાં. પરંતુ દૂધ મંડળીને લાગેલા તાળાં આજદીન સુધી નહી ખુલતા 2-5 લીટર દૂધ ભરનાર પશુપાલકોને ભારે પરેશાની ભોગવવી પડે છે. મોટા પશુપાલકો બોરીયા, આશી ગામની દૂધમંડળીમાં દૂધ ભરી આવે છે.જ્યારે ગામના સિમાંત પશુપાલકોનું શોષણ કરાઇ રહ્યું છે.

દૂધ મંડળી વહેલી તકે ચાલુ કરવા રજૂઆત

સહકારી મંડળીના જીલ્લા રજીસ્ટ્રાર અસારીએ જણાવ્યું હતું કે અગાસ દૂધમંડળીની ફાઇલ સ્પેશીયલ ઓડિટરને મોકલી છે. પશુપાલકોને પશુઓની સારવાર, દાણ-ખોળની ભારે સમસ્યાઓ નડતી હોઇ વહેલી તકે દૂધ મંડળી ચાલુ કરાવ્યાં માટે અમુલ ડેરી સહિત રજુઆત કરાઇ છે.

X
Petlad News - latest petlad news 034028
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી