સાંસેજ નજીક નેહરમાં ગાબડાં પડતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં

ભ઼્રષ્ટાચારની પોલ ખૂલી : ઘઉંના પાકને ભારે નુકસાન હજારો લિટર પાણી વેડફાયું , ૫૦ વીઘા જમીન ધોવાઇ

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 03:40 AM
Petlad News - latest petlad news 034025
પેટલાદ તાલુકાના સાંસેજ ગામે તારાપુરથી ખંભાત જતી મુખ્ય કેનાલ સાંસેજ વિશાખામાંથી નીકળતી ૯L અને ૧૦R જર્જરીત થવાથી ૬૨૦૦નું નાળુ તૂટી જતા માઇનોર નેહરમાં ઠેર ઠેર ગાબડાં પડ્તા ૧૦૦ વિઘા ૭ હેકટરમાં રાતોરાત પાણી ફરી વળ્યાં હતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો.છેલ્લા ૪ વર્ષથી આ સમસ્યાનો સામનો કરતા ખેડૂતો રોષે ભરાઇને ઉચ્ચકક્ષાએ રજુવાત કરીને આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી

સાંસેજ ગામના ખેડૂતોએ ચાલુ વર્ષ ડાંગરનો પાક લીધા બાદ શિયાળુ ઘઉંનું વાવેતર કર્યુ છે જેના પર પાણી ફરી વળતા ખેડૂતો બેહાલ જેવી સ્થિતિ સર્જાઈ હતી.આ નેહરના નવીનીકરણ તથા યોગ્ય સાફસફાઈ ન થવાના કારણે નહેર છીછરી અને જર્જરિત હાલતમાં ફેરવાઇ ગઇ છે.જેના લઈને વાંરવાર પાણી લીકેજ તથા ગાબડાં પડતા આજુ બાજુના ખેતરોમાં પાણી ફરી વળે છે.જે અંગે જાગૃત ખેડૂતો દ્વારા કરાયેલ માગને સિંચાઈ વિભાગના આધિકારીઓએ અભરાઈ ચઢાવી ક્રૂર મજાક બનાવવામાં આવી રહ્યાનો અહેસાસ ગ્રામ જનો સેવી રહ્યા છે.

પાકને નુકસાન ઉપરાંત હજારો લિટર પાણી વેડફાઇ જતાં ખેડૂતોમાં રોષ.

X
Petlad News - latest petlad news 034025
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App