Home » Madhya Gujarat » Latest News » Anand » TRBના માનદ્દ વેતનમાં વધારો : માસિક 7500 મળશે

TRBના માનદ્દ વેતનમાં વધારો : માસિક 7500 મળશે

Divyabhaskar.com | Updated - Apr 10, 2018, 10:14 PM

1લી એપ્રિલથી વધારાનો અમલ થશે

  • TRBના માનદ્દ વેતનમાં વધારો : માસિક 7500 મળશે
    આણંદ અને ખેડા જિલ્લામાં ટ્રાફિક બ્રિગેડમાં કામ કરનાર યુવક-યુવતીઓના માનદ્દ વેતનમાં રૂા. 100નો વધારો થયો છે. આથી હવે તેમને માસિક માનદ્દ વેતન રૂા.7500 મળશે.આ વેતન વધારો 1લી એપ્રિલ 2018થી અમલમાં આવી ગયો છે.

    ખેડા જિલ્લામાં ટ્રાફિક બ્રિગેડ (ટીઆરબી) 175 અને આણંદ જિલ્લામાં 100 જણાં કામ કરી રહ્યા છે. પોલીસની સાથે ટ્રાફિક નિયમનની કામગીરી સંભાળી રહ્યો છે. અત્યાર સુધી તેમનું માનદ્દ દૈનિક વેતન રૂા.200 મળતું હતું. તેના બદલે 1લી એપ્રિલથી ગુજરાત સરકારના ગૃહ વિભાગે વેતનમાં વધારો કર્યો છે. હવેથી તેમનો દૈનિક પગાર રૂા. 300 મળશે.25 દિવસની તેમની કામગીરી હોય છે. આથી માસિક વેતન રૂા.5500 મળતું હતું. તેના બદલે રૂા. 7500 મળશે. ખેડા-આણંદ જિલ્લામાં ટ્રાફિક બ્રિગેડમાં હજી પણ નવી ભરતી થવાની સંભાવના રહેલી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ