• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • હજુ પોલીસ પૂછરછમાં વધુ બાઇક ચોરીના ગુના ઉકેલાવવાની સંભાવના

હજુ પોલીસ પૂછરછમાં વધુ બાઇક ચોરીના ગુના ઉકેલાવવાની સંભાવના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદતાલુકાની બાંધણી ચોકડી પરથી એલસીબી પોલીસે બાતમીના આધારે ચોરીના વાહન લઇને વેચવા નીકળેલા ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતા.તેઓની પૂછપરછમાં છેલ્લા દોઢ માસમાં મહેમદાવાદ પંથકમાં થયેલ આઠ બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો હતો.પોલીસે 8 બાઇક કબજે લઇને તેઓની વધુ પુછપરછ કરવા માટે રીમાન્ડ મેળવવાની તજવીજ હાથધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આણંદ એલસીબી પોલીસ શનિવારના રોજ વાહનચોરીના ગુનાઓ અટકાવવા તથા નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે આણંદ સોજીત્રા રોડ પર પેટ્રોલીંગમાં નીકળી હતી.ત્યારે પોલીસને બાતમી મળી હતી કે મલાતજ ગામનો ધર્મેન્દ્રસિંહ દશરથસિંહ ગોહેલ તથા તેના મિત્રો કિરણ ઉર્ફે સાયમન ચદુંભાઇ રાઠવા અને મહેશ ઉર્ફે કમલેશ રાયસિંગ સોઢા પરમાર રહે મહેમદાવાદ ચોરી બાઇક વેચવા માટે સોજીત્રાથી આણંદ તરફ આવવા માટે નીકળ્યા છે.તે બાતમીના આધારે પોલીસ બાંધણી ચોકડી પર વોંચમાં ગોઠવાઇ ગઇ હતી.તે દરમ્યાન ધર્મેન્દ્રસિંહ તથા તેના મિત્રો આવતા પોલીસે તેઓને અટકાવીને બાઇકના કાગળ માંગતા સંતોષકારક જવાબ આપી શક્યા હતા.જેથી પોલીસે ત્રણેયની અટકાયત કરીને વધુ પુછપરછ કરતાં તેઓએ બાઇક ચોરી હોવાની કબુલાદ કરી હતી. તેઓએ કબુલાત દરમ્યાન જણાવ્યું હતું કે તહેવારો પર ભરાતા ધાર્મિક મેળાઓ દરમ્યાન બાઇક ચોરી કરતાં હતા અને અત્યાર સુધીમાં 8બાઇક ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

જેથી પોલીસે તેમની સામે ગુનો દાખલકરીને આગળની તપાસ હાથધરી છે.તેમજ રૂ 1,70 લાખના 8 બાઇક કબજે લીધા છે

દોઢ માસમાં મહેમદાવાદમાંથી 8 બાઇક ચોર્યા

ધર્મેન્દ્રસિંહઅને તેના બે મિત્રોએ ભેગા મળીને ધાર્મિક કાર્યક્રમો અને મેળામાંથી 8 બાઇક ચોરી હતી.જેમાં દોઠ માસ અગાઉ સણસોલી ગામે ગરબાના કાર્યક્રમ દરમ્યાન 1બાઇક,નેનપુર ચોકડી પાસેથી 3 બાઇક અને વૌઢા મેળામાંથી 2 બાઇક તથા અન્ય 1 બાઇકની ચોરી કરી હતી.તેને સસ્તામાં વેચી દેવા માટે ફરતા હતા.તેઓ ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલીને બાઇકની ચોરી કરતા હતા.

તહેવારોમાં બાઇક ચોરી સસ્તામાં વેંચી મારતી ટોળકીના ત્રણ શખ્સો ઝડપાયા

અન્ય સમાચારો પણ છે...