અનુસૂચિત જાતિ માટે યોગ તાલીમ શિબિર યોજાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ. જિલ્લામાંવસતા અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓના સર્વાંગી વિકાસ માટે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. અનુસુચિત જાતિના 15 થી 35 વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા વ્યક્તિ વિકાસ અને યોગ તાલીમ શિબિરની યોજના અમલમાં મૂકેલ છે. આણંદ જિલ્લામાંથી પસંદ થયેલ 50 યુવક યુવતીઅોને નિયત કરેલ સ્થળે સાત દિવસ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગ તાલીમ શિબિરમાં મોકલવામાં આવશે. શિબિરમાં આધ્યાત્મિક વિકાસ માટેના યોગ શિક્ષક દ્વારા વિવિધ પ્રકારના આસનોના પ્રત્યક્ષ જ્ઞાન સમજ આપવામાં આવશે. શિબિરાર્થીઓને શિબિરના સ્થળે અાવવા જવાનો ખર્ચ, ભોજન તેમજ નિવાસ ખર્ચ સરકાર ભોગવશે. યોજનાનો લાભ લેવા ઇચ્છતા અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓએ અરજી નામ સરનામું, તબીબી પ્રમાણપત્ર જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, રૂમ નંબર 307, જુના સેવા સદન બોરસદ ચોકડી, આણંદ ખાતે મોકલી આપવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...