• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • SP યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક સત્રનો 20મી જૂનથી પ્રારંભ થશે

SP યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક સત્રનો 20મી જૂનથી પ્રારંભ થશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના શૈક્ષણિક વર્ષ 2016-17નું સમયપત્રક જાહેર કરવામાં અાવ્યું છે. જે અનુસાર યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ 20મી જૂનથી થશે. સ્નાતક અને અનુસ્નાતકકક્ષાએ પ્રથમ સેમેસ્ટર 25 અઠવાડિયાનું અને બીજું સેમેસ્ટર 27 અઠવાડિયાનું રહેશે.

યુનિવર્સિટીમાં અનુસ્નાતક વિભાગના વડાઓ તેમજ સંલગ્ન કોલેજના આચાર્યો અને અધ્યાપકો, મંડળના પ્રમુખો અને મંત્રીઓની સંયુક્ત બેઠક યોજાઇ હતી. જેમાં વિનયન, વિજ્ઞાન, વાણિજય, મેનેજમેન્ટ, શિક્ષણ, કાયદો, ગૃહવિજ્ઞાન, મેડિસિન, હોમિયોપેથી, એન્જિનિયરીંગ અને ફાર્મસી વિદ્યાશાખાના સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમો માટે શૈક્ષણિક વર્ષ 2016-17નું સત્રારંભ, દિવાળીની રજાઓ, સત્રાંત તથા ઉનાળુ વેકેશન વગેરેનું સમયપત્રક તૈયાર કરવામાં આવ્યું છે. જે અનુસાર વિનયન, વિજ્ઞાન, વાણિજ્ય, મેનેજમેન્ટ, ગૃહવિજ્ઞાન અને કાયદાશાસ્ત્ર વિદ્યાશાખાઓના સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમનો 20મી જૂનથી શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થશે. સ્નાતકકક્ષાએ પ્રથમ સેમેસ્ટરમાં શૈક્ષણિક કાર્ય 18 અઠવાડિયાનું અને અનુસ્નાતકકક્ષાએ પ્રથમ સેમેસ્ટરમાં શૈક્ષણિક કાર્ય 17 અઠવાડિયાનું રહેશે. અનુસ્નાતકકક્ષાએ યુનિવર્સિટીની સેમેસ્ટરની પરીક્ષા 17થી 29મી ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે. ત્યારબાદ સ્નાતકકક્ષાએ 24મી ઓક્ટોબરથી 12મી નવેમ્બર સુધી અને અનુસ્નાતકકક્ષાએ 31મી ઓક્ટોબરથી 12મી નવેમ્બર દરમિયાન દિવાળી વેકેશનની રજાઓ રહેશે. 14મી નવેમ્બરથી પ્રથમ સેમેસ્ટરની યુનિવર્સિટીની પરીક્ષાનો પ્રારંભ થશે. ત્યારબાદ 5મી ડિસેમ્બરથી બીજા સેમેસ્ટરનો પ્રારંભ થશે.

બીજા સેમેસ્ટરનું શૈક્ષણિક કાર્ય 16 અઠવાડિયાનું રહેશે. વર્ષ 2017ની 27મી માર્ચથી યુનિવર્સિટીની સેમેસ્ટર પરીક્ષાનો પ્રારંભ થશે. જાહેર રજાઓના કારણે શૈક્ષણિક કાર્યના દિવસો ઓછા જણાય તો વધારાના વર્ગોનું આયોજન કરી અભ્યાસક્રમ પૂર્ણ કરવા કોલેજના આચાર્યો તથા વિભાગના વડાઓને જાણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...