તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • કરમસદની પંચવટી પ્રાથમિક શાળામાં શિક્ષકો ટોળે વળી ગપ્પા મારતાં પકડાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરમસદની પંચવટી પ્રાથમિક શાળામાં શિક્ષકો ટોળે વળી ગપ્પા મારતાં પકડાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કરમસદસ્થિત પંચવટી પ્રાથમિક શાળામાં 12મી ઓગસ્ટના રોજ પ્રાથમિક શિક્ષણાધીકારી એમ.પી.પરમારે લીધેલી ઓચિંતી મુલાકાત દરમિયાન શાળામાં 365 પૈકી 73 વિદ્યાર્થીઓ હાજર હોય ચોંકી ઉઠ્યા હતા. ઉપરાંત વર્ગના શિક્ષણકાર્ય કરાવવાના બદલે શિક્ષકો ટોળે વળી ગપ્પા મારતાં હોવાનું નજરે પડ્યું હતું. શાળામાં સ્વચ્છતાનો અભાવ વર્તાતો હતો. જેથી શાળામાં ફરજ દરમિયાન બેદરકારી દાખવનાર દસ શિક્ષકોને કારણદર્શક નોટીસ આપીને સાત દિવસમાં ખુલાસો કરવા તાકીદ કરવામાં આવી છે. જો નિયત સમયમાં ખુલાસો નહીં કરવામાં આવે તો આગળની કાર્યવાહી કરવાની જાણ કરવામાં આવી છે. આમ પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા શાળાની આકસ્મિક મુલાકાતમાં પ્રથમ શાળામાં ગંભીર બેદરકારી જોવા મળી હતી.

આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.પી.પરમારે જણાવ્યું હતું કે ‘શુક્રવારે આણંદ જિલ્લામાં સર્વપ્રથમ કરમસદની પંચવટી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન શાળામાં રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓ 365 પૈકી માત્ર 73 વિદ્યાર્થીઓ હાજર હતા. જે કુલ સંખ્યાના 20 ટકા જેટલી પણ નહોતી. તેમજ મધ્યાહન ભોજન બાદ અસહ્ય ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના પેકેટના કારણે કચરાનાં ઢગ ખડકાયેલા હતા. શાળામાં પ્રાણીઓની અવરજવર જોવા મળતી હતી. શાળામાં સ્વચ્છતાનો અભાવ વર્તાતો હતો, જે વિદ્યાર્થીઓના આરોગ્ય માટે જોખમકારક પુરવાર થઇ શકે. શાળાના વર્ગોમાં શિક્ષકો હાજર નહોતા પણ એકબીજા સાથે ટોળે વળીને અંદરોઅંદર ગપ્પા મારતા જોવા મળ્યા હતા. જેથી સમયપત્રક મુજબ શિક્ષણકાર્ય ચાલતું નહોતું. બાળકોના શિક્ષણકાર્યનો અમૂલ્ય સમય વેડફાતો હતો અને તેઓના ભવિષ્ય સાથે ચેડાં થઇ રહ્યા હોવાનું માલૂમ પડતું હતું. શાળાના શિક્ષક તરીકે વર્ગમાં આયોજન મુજબ શૈક્ષણિક કાર્ય થાય, વર્ગમાં વિદ્યાર્થીઓની નિયમિત હાજરી, શાળામાં સંપૂર્ણ સ્વચ્છતા જળવાવી જોઇએ, શાળા સમય દરમિયાન પોતાના વર્ગમાં શિક્ષણકાર્ય કરવાની જવાબદારી બને છે. જેમાં શાળાના બાર પૈકી દસ શિક્ષકોની નિષ્કાળજી રાખતાં હોય તેઓની અનિયમિતતાને ધ્યાને લઇને નિયમોનુસારની કાર્યવાહી શા માટે ના કરવી અંગે કારણદર્શક નોટીસ આપવામાં અાવી છે. જો સાત દિવસમાં લેખિતમાં ખુલાસો રજૂ કરવામાં નહીં આવે તો શિક્ષકો બાબતે કશું કહેવા માંગતા નથી તેમ માનીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.’

પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.પી.પરમારે જણાવ્યું હતું કે ‘શાળામાં ફરજ દરમિયાન બેદરકારી દાખવનાર મુખ્ય શિક્ષક અમિત ડાભી, કલ્પનાબેન પારેખ, જ્હોન પરમાર, સંગીતાબેન દેસાઇ, સરોજ હરિજન, પ્રિયવદનભાઇ પટેલ, મિતલ પ્રજાપતિ, જ્યોતિબેન પટેલિયા, પન્નાબેન મિસ્ત્રી અને ધવલભાઇ પરમાર મળીને દસ શિક્ષકને નોટીસ આપવામાં આવી છે.’

કાર્યવાહી| શાળામાં 73 વિદ્યાર્થીઓ હાજર હોય શિક્ષણાધિકારી ચોંક્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો