તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • ઇલસાસના વિદ્યાર્થીઓએ દેશની અગ્રીમ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇલસાસના વિદ્યાર્થીઓએ દેશની અગ્રીમ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેશનીઅગ્રીમ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવાનું દરેક વિદ્યાર્થીઓનું સપનું હોય છે પરંતુ સપનું સાકાર કરવું સરળ હોતું નથી. ત્યારે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, દિલ્હી યુનિવર્સિટી, ફરગ્યુસન કોલેજ જેવી દેશની અગ્રીમ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ માટે વલ્લભ વિદ્યાનગરની ઇલસાસ કોલેજ પ્રવેશદ્વાર સમાન બની રહી છે. ઇલસાસ કોલેજના નવ વિદ્યાર્થીઓને અનુસ્નાતકકક્ષાના અભ્યાસ માટે દેશની અગ્રીમ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવેલ છે.

ચારૂતર વિદ્યામંડળ સંચાલિત ઇલસાસ કોલેજના વિદ્યાર્થીઓ અનુસ્નાતકકક્ષાના અભ્યાસ માટે દેશની અગ્રીમ શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશપાત્ર ઠર્યા છે. જેની માટે પ્રવેશ પરીક્ષા, ઇન્ટરવ્યુ કે ગૃપ ડિસ્કશનની વ્યૂહરચનાને પાર કરીને મેરીટના આધારે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવેલ છે. ઇલસાસમાં સ્નાતક થયેલા પત્રકારત્વના વિદ્યાર્થી રોચક સકસેનાએ નવી દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા, સોશ્યલ વેલફેરની વિદ્યાર્થિની ગાયત્રી કાયમલે ચેન્નઇની ટાટા ઇન્સ્ટિટયૂટ ઓફ સોશ્યલ સાયન્સિસ, પોલિટિકલ સાયન્સના કરણ વોરાએ જાદવપુર યુનિવર્સિટીમાં અને શાલિનીસિંહે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, સાયકોલોજીની વિદ્યાર્થિનીઓ તન્વીસિંહ અને શિવાની અગ્રવાલે પૂનાની ફરર્ગ્યુસન કોલેજમાં અને નેહા જોનને દિલ્હી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલ છે. ઇલસાસમાં શૈક્ષણિક અભ્યાસની સાથે શૈક્ષણેત્તર પ્રવૃતિઓને કારણે વિદ્યાર્થીઓનો સર્વાગી વિકાસ થઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો