તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચારૂસેટના છાત્રોએ એપ બનાવવાની તાલિમ લીધી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | ચાંગા સ્થિત ચારૂસેટ યુનિવર્સિટી સંલગ્ન ચંદુભાઇ એસ.પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં 120 વિદ્યાર્થીઓને એન્ડ્રોઇડ એપ્લિકેશન બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. આઇટી વિભાગ દ્વારા ગુગલના સહયોગથી એપ્લાઇડ કમ્પ્યુટર સાયન્સ વીથ એન્ડ્રોઇડ પર કાર્યશાળા યોજવામાં આવી હતી.

સર્ચ એન્જિન તરીકે જાણીતા ગુગલ દ્વારા ભવિષ્યના એન્જિનિયરોને એન્ડ્રોઇડ એપ્લિકેશન બનાવવાની તાલિમ અાપવામાં આવે છે. વર્કશોપમાં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમની વ્યવહારૂ એપ્લિકેશન બનાવતાં શીખવવામાં આવે છે. વર્કશોપમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ગુગલ તરફથી સર્ટિફિકેટ આપવામાં આવે છે. વર્કશોપમાં કમ્પ્યુટર એન્જિનિયરીંય અને આઇટી એન્જિનિયરીંગના 120 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેઓને દર અઠવાડિયે એક દિવસ તાલિમ આપવામાં આવશે. આઇટી વિભાગના વિદ્યાર્થી યથ શેઠને ગુગલ દ્વારા તાલિમ આપી ફેસિલિટર બનાવવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો