તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • આણંદ જિલ્લાના શહેરો અને તાલુકાઓમાં દિવસીય રાખી મેળાનો પ્રારંભ થયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ જિલ્લાના શહેરો અને તાલુકાઓમાં દિવસીય રાખી મેળાનો પ્રારંભ થયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદજિલ્લામાં આવેલી 11 નગરપાલિકા વિસ્તારો અને તાલુકા વિસ્તારોમાં મહિલાઓને રોજગારી મળી રહે તે માટે રાખડી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળાઓમાં પરંપરાગત કુશળ કારીગરો દ્વારા ઉત્પાદિત વિવિધ પ્રકારની રાખડીઓ ખરીદવા શહેરમાં પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મિશન મંગલમ યોજના હેઠળ મહિલા સ્વસહાય જુથોને રોજગારી મળી રહે તેવા આશયથી રાખડી મેળા ખુલ્લા મુકાવામાં આવ્યા હતા.

અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર આણંદ જિલ્લામાં આવેલી મહિલાઓને રોજગારી મળી રહે તેવા આશયથી રાખી મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મિશન મંગલમ અને પરંપરાગત કુશળ કારીગરો દ્વારા રાખડીઓનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. જેમાં અદભૂત ચીજ વસ્તુઓનું પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યું છે. તા. 17મી સુધી મેળો ખુલ્લો રાખવામાં આવશે. જયારે ગો ગ્રીન જેવી જમ્બો રાખીઓ પણ પ્રદર્શનમાં મુકવામાં આવી હતી. ગ્રામ્ય કક્ષાએ આવેલા તાલુકા મથકોએ પણ મિશન મંગલમની બહેનો દ્વારા પણ પ્રકારે રાખડીઓ બનાવવામાં આવી છે. જેને પ્રદર્શનમાં મુકાઇ છે. આણંદ શહેરમાં ખુલ્લો મુકવામાં આવેલા પ્રદર્શનમાં જિલ્લા મ્યુનિસિપલ અધિકારી આર.ટી.ઝાલા, ચીફ ઓફિસર એસ.કે.ગરવાલ, નાયબ મામલતદાર ડી.એન.બ્રહ્મભટ્ટ તેમજ ટવીંકલ શર્મા હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો