તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કરન્યૂઝ | આણંદ ભાઇ-બહેનનાપ્રેમપ્રતિક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભાસ્કરન્યૂઝ | આણંદ

ભાઇ-બહેનનાપ્રેમપ્રતિક સમાન રક્ષાબંધન પર્વના હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે એનઆરઆઇઅઓનું હબ ગણાતા ચરોતરમાં બહેનો દ્વારા પોતાના દેશ-વિદેશમાં રહેતા ભાઇઓને મોકલવામાં આવતી રાખડીઓની ખરીદી અત્યારથી શરૂ કરી દીધી છે. જેના લીધે બજારમાં ભાડે ભીડનો માહોલ પણ સર્જાયેલો જોવા મળતો હોય છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રક્ષાબંધન પર્વે બજારમાં રંગબેરંગી રાખડીઓનું આગમન થઇ જતું હોય છે. જેમાં ચાલુવર્ષે લેટેસ્ટ વેરાયટી ડાયમંડની રાખડી નંગ પેંડલવાળી, ઉનની દોરીની, મલ્ટી દોરી, જરદોસી, ચાઇનાની દોરી, રૂદ્રાક્ષવાળી ફેન્સી, ચાંદી ટાઇપની રાખડી ઉપરાંત બાળકોનાં આકર્ષણ માટે બાળગણેશ, સ્પાઇડરમેન, પોકમેન, બજરંગી ભાઈજાન, એન્ગ્રીબર્ડ, ડોરેમોન, છોટા ભીમ, બાળ હનુમાન, મોગલી તથા લાઇટવાળી અને મ્યુિઝકવાળી વગેરે રાખડીઓ આણંદના બજારમાં જોવા મળે છે. રક્ષા અને રાખડી તૈયાર કરવાના કામમાં મહિલા મંડળ અને મહિલા સંગઠનની બહેનો જોડાયેલી હોય છે. માસ અગાઉ રાખડી બનાવવાની કામગીરી હાથ ધરાય છે. આણંદ, સારસા અને નંદેસરી મહિલા મંડળો દ્વારા મોટા પ્રમાણમાં રાખડીનો જથ્થો તૈયાર કરવામાં આવે છે. જેથી એક મહિલાને માસિક ત્રણથી ચાર હજારની આવક થાય છે. મહિલા મંડળ દ્વારા આણંદના બજારમાં 80 લાખ ઉપરાંતનો માલ મૂકવામાં આવે છે. જોકે રક્ષાબંધનના આડે દસ દિવસ બાકી છે ત્યારે આણંદના બજારમાં રાખડી ખરીદવા માટે મહિલાઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. ખાસ કરીને વિદેશમાં રહેતા ભાઈઓ માટે બહેનો દ્વારા એક માસ અગાઉ રાખડી ખરીદીને પોસ્ટ કે કુરિયર દ્વારા મોકલવામાં આવતી હોય છે તેને લઇને આણંદના બજારમાં દોઢ માસ અગાઉથી રાખડીનું બજાર જામે છે. આણંદના બજારમાં રૂ.5થી લઇ રૂ.700 સુધીની રાખડીની વેરાયટીઓ વેચાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો