તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોસ્ટ દ્વારા રાખડી મેઇલની વિશેષ વ્યવસ્થા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોસ્ટ દ્વારા રાખડી મેઇલની વિશેષ વ્યવસ્થા

દસવર્ષ અગાઉ પોસ્ટમાં રાખડી મોકલવાનું ચલણ વધુ હતું ત્યારે બેથી અઢી લાખ રાખડીની પોસ્ટો આવતી હતી. પરંતુ છેલ્લા ત્રણેક વર્ષથી પોસ્ટમાં રાખડી મોકલવાનું ચલણ ઘટ્યું છે. દર વર્ષે દોઢેક લાખ જેટલી રાખડીઓ પોસ્ટ દ્વારા તેમના ભાઈઓના ઘરે પહોંચાડવામાં આવે છે. સાદી પોસ્ટ દ્વારા 80 હજાર અને સ્પીડ પોસ્ટ અને રાખડી મેઇલ દ્વારા 60 હજાર જેટલી દેશ-વિદેશમાં મોકલાય છે. આણંદ મુખ્ય પોસ્ટ ઓફિસના સુપ્રિન્ટેડન્ટ ઓફિસરે જણાવ્યુ હતું કે, ‘ચાલુ વર્ષે પણ બહેનો પોતાના ભાઇઓને રાખડી મોકલી શકે તે માટે રાખડી મેઇલની વ્યવસ્થા દરેક પોસ્ટઓફિસ ઉપર કરાઇ છે.’ ભાઇઓને સમયસર રાખડી મળે તે માટે સંપૂર્ણ તકેદારી રખાય છે. કોઈ બહેને પોસ્ટ કરેલી રાખડીનું કવર ખરાબ થઇ જાય તો પોસ્ટ ઓફિસમાંથી નવા કવરમાં રાખડી મૂકીને ભાઇને પહોંચાડાય છે અને હાલ રાખડી મેઇલને અગ્રીમતા અપાઇ છે. જેથી સમયસર રાખડી પહોંચી શકે. વિદેશમાં રાખડી મોકલવા માટે છેલ્લા એક માસથી વ્યવસ્થા કરાઇ છે. જેમાં રાખડી મેઇલ અને સ્પીડ પોસ્ટ થકી રાખડી પહોંચાડવામાં આવે છે. ઉપરાંત રક્ષાબંધનના િદવસે તમામ સરકારી કચેરીઓમાં રજાઓ હોય છે. પરંતુ પોસ્ટ દ્વારા િદવસે પણ સેવા ચાલુ રખાય છે અને મોડી પડેલ પોસ્ટ રક્ષાબંઘનના દિવસે પણ ભાઇને મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો