તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • કરમસદ સરદાર પટેલ મેમોરિયલ પાસે અસહ્ય ગંદકી તથા દબાણો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરમસદ સરદાર પટેલ મેમોરિયલ પાસે અસહ્ય ગંદકી તથા દબાણો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

કરમસદગામે સરદાર પટેલની યાદમાં સરદાર પટેલ મેમોરિયલ ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે અને સુંદર બગીચો પણ તૈયાર કર્યો છે. પરંતુ મેમોરિયલ ટ્રસ્ટની બહાર દરવાજા પાસે અને દિવાલ નજીક અસહ્ય ગંદકીને કારણે ભારે દુર્ગંધ મારે છે. ઉપરાંત મેમોરિયલ ટ્રસ્ટની બહાર નાંખવામાં આવેલા બ્લોક પણ તૂટી ગયા છે. તથા લારીઓવાળા દ્વારા આડેધડ દબાણ કરવામાં આવ્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઇ પગલાં લેવાતાં નથી. સરદાર પટેલની વાતો કરનારા નેતાઓ પણ અંગે કોઇ કાર્યવાહી કરતાં નથી. લોકોમાં ભારે રોેેષ જોવા મળ્યો છે.

કરમસદ સરદાર પટેલ મેમોરિયલ ટ્રસ્ટના દરવાજા પાસે અસહ્ય ગંદકી છે. લાર-ગલ્લાવાળા દબાણ કરે છે. તેના કારણે ટ્રસ્ટની મુલાકાતે આવતાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઉપરાંત પાલિકા દ્વારા નાંખવામાં આવેલ બ્લોક પણ તૂટી ગયા છે. નજીકમાં રહેતાં ગરીબ પરિવાર માટે પાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે જાહેર શોચાલય બનાવવામાં આવ્યું હતું. પરંતુ શૌચાલયના દરવાજા પર તાળુ મારી દેવામાં આવ્યું છે. તેના કારણે ગરીબ પરિવારો તેનો ઉપયોગ કરી શકતાં નથી. તેથી જાહેર રસ્તા ઉપર કુદરતી હાજતે જાય છે. તેના કારણે મેમોરિયલની બહાર અસહ્ય ગંદકી ફેલાય છે.

ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા પણ એકાદ વર્ષ અગાઉ જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી મેમોરિયલ ટ્રસ્ટની બહાર લારીઓવાળા દ્વારા કરવામાં આવેલ દબાણો દુર કરવા જણાવ્યું હતું. પરંતુ અંગે પણ કોઈ કાર્યવાહી થઇ નથી. તેના કારણે લારીવાળા આડેધડ ઉભા રહેતા ટ્રસ્ટની મુલાકાતે આવતાં લોકોને ભારે મુશ્કેલીઓ પડે છે. અંગે ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ નગરપાલિકા સહિત તંત્રમાં રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવા માગ કરી છે.

એનજીઓ દ્વારા માણસ મુકાતાં શૌચાલય બંધ

^કરમસદપાલિકાએ જાહેર શૌચાલય બનાવ્યા બાદ તેની જાળવણી અને દેખભાળ માટે એનજીઓ સંસ્થાઓને સોંપવામાં આવેલ છે. કરમસદ મેમોરિયલ ટ્રસ્ટ પાસેના શૌચાલય ઉપર એનજીઓ દ્વારા માણસ મુકાતાં બંધ રહે છે. અંગે એનજીઓ સંસ્થાને રજૂઆત કરીને માણસ મુકાવી શૌચાલયો ખોલવામાં આવશે. > નિલેશભાઈપટેલ, પ્રમુખ,કરમસદ નગરપાલિકા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો