• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • ચરોતરમાં ચેટીચંડ : સિંધીભાઇઓએ નવા વર્ષને વધાવ્યું

ચરોતરમાં ચેટીચંડ : સિંધીભાઇઓએ નવા વર્ષને વધાવ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સીધીસમાજના નવા વર્ષનો બુધવારના રોજ પ્રારંભ થતાં આણંદ શહેરમાં સી પી કોલેજ પાછળ વસતા સીંધી સમાજના લોકોએ ભેગા મળીને ચેટીચંડ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સવારથી ગુરુદ્વારામાં દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સિંધિભાઇ-બહેનોએ ગુરુગ્રંથના દર્શન કરીને પઠન કર્યુ હતું. ત્યારબાદ પૂજા-અર્ચના કરી હતી.

આણંદ શહેરમાં સીપી કોલેજ પાછળ ગુરુનાનક સોસાયટીમાં આવેલ ઝુલેલાલ મંદિર તથા તુલસી ટોકીઝ નજીક જવાહર નગરમાં સિંધિ પરિવારના ગુરુનાનક મંદિરમાં સવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બાદ ગુરુનાનક સોસાયટીમાંથી ઝુલેલાલ સાહેબની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.

બુધવારે ચેટીચંડ પર્વ નિિમતે નડિયાદ, કપડવંજ અને કઠલાલમાં ચેટીચંડ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પ્રસંહે ઝુલેલાલ મંિદરમાં સવારે 11 કલાકે પૂ. બહેરાણા સાહેબની વિશેષ પુજા અર્ચના સહિત વિવિધ ધાિર્મક કાર્યક્રમો યોજાયા હતા. જયારે મંિદર સામે આવેલા ગ્રાઉન્ડમાં સિંધી સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બપોરે 3 કલાકે મંિદરેથી ભગવાન ઝુલેલાલથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં બગી, ટ્રેકટર, ઉંટગાડી સહિત અન્ય વાહનો જોડાયા હતા.

આયોલાલ.. ઝુલેલાલ…| ગુરૂદ્વારામાં ધજા ચઢાવી ભક્તોએ ભગવાન ઝુલેલાલ સાહેબના જન્મપર્વને મનાવ્યો

ચરોતર પંથકમાં સિંધી સમાજના ભગવાન ઝુલેલાલ સાહેબના જન્મપર્વની ઉજવણી કરવામાં આવી હતી. પ્રસંગે ભક્તો દ્વારા ઠેર-ઠેર શોભાયાત્રા નીકાળવામાં આવી હતી.

પર્વની ઉજવણી|આણંદ - નડિયાદના શહેરોના રોડ પર શોભાયાત્રા નીકળી : મોટી સંખ્યામાં ભક્તો જોડાયા

અન્ય સમાચારો પણ છે...