• Gujarati News
  • આણંદ જિલ્લાના ચાર તાલુકામાં ગરીબ કલ્યાણ મેળા યોજાશે

આણંદ જિલ્લાના ચાર તાલુકામાં ગરીબ કલ્યાણ મેળા યોજાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદજિલ્લામાં આવેલા ચાર તાલુકાઓમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ઓગસ્ટ મહિનામાં મેળા યોજાશે. જેમાં બોચાસણ, ઉમરેઠ, સોજિત્રા અને તારાપુરમાં મેળા પૂર્વેની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે. સરકારની વિવિધ યોજનાઓનો લાભ સીધો લાભાર્થીઓને આપવા માટે મેળાઓ કરવામાં આવી રહ્યાં છે.

અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર, આણંદ જિલ્લામાં ચાર સ્થળોએ ઓગસ્ટ મહિનામાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં આંકલાવ, બોરસદ પ્રાંતકક્ષાનો મેળો 7મીએ ભારેલવાડી બોચાસણ ખાતે, જ્યારે ઉમરેઠ આણંદ પ્રાંતકક્ષાનો મેળો 8મીએ એસએનડીટી ગ્રાઉન્ડ ઉમરેઠ ખાતે યોજાશે. પેટલાદ અને સોજિત્રા પ્રાંતકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો સાજિત્રાની એમ.એમ.હાઇસ્કૂલ ખાતે તથા ખંભાત અને તારાપુર પ્રાંતકક્ષાનો મેળો સાર્વજનિક હાઇસ્કૂલ તારાપુર ખાતે યોજાશે. મેળામાં મંત્રી છત્રસિંહ મોરી અને ગુજરાત િવધાનસભાના ડેપ્યુટી સ્પીકર આત્મારામ પરમાર સહિત મહાનુભાવો, આગેવાનો, અધિકારીઓ હાજર રહેશે.

ગતિશીલ ગુજરાત અન્વયે બેઠક યોજાઇ

ગતીશીલગુજરાત-3 અનવયે જિલ્લામાં ચાલી રહેલી કામગીરી અંગેની બેઠક જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી. તેઅોઅને પ્રગતિ અહેવાલ અંગેની િવગતો ઓનલાઇન અપડેટ કરવા, મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત વિવિધ કચેરીઓ દ્વારા મહિલાઓને લગતા કાર્યક્રમ કરવા વગેરે બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં પોલીસ અધિક્ષક અશોકકુમમાર યાદવ, નિવાસી અધિક કલેક્ટર બી.એમ.વીરાણી, પ્રાંત અધિકારીઅો અને જિલ્લાના અમલીકરણ અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા.

સરકારની યોજનાઓનો લાભ લાભાર્થીઓને મળે તે માટે આયોજન બોચાસણ, ઉમરેઠ, સોજિત્રા અને તારાપુરમાં મેળા યોજાશે