• Gujarati News
  • આણંદમાં 4થા િદવસે પણ મેઘરાજાની ધમાધમ: જનજીવનને વ્યાપક અસર

આણંદમાં 4થા િદવસે પણ મેઘરાજાની ધમાધમ: જનજીવનને વ્યાપક અસર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદજિલ્લામાં સતત ચોથા િદવસે પણ વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો. ચાર િદવસથી સૂર્યનારાણય દેવે દર્શન પણ દીધાં નથી. ચોથા િદવસે પણ જિલ્લામાં બે ઇંચ સુધીનો વરસાદ છેલ્લાં ચોવીસ કલાકમાં નોંધાયો છે. આગામી બે િદવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન િવભાગે વ્યક્ત કરી છે. ચરોતરમાં ઠંડા પવનને કારણે તાપમાનનો પારો વધુ એક ડિગ્રી નીચે ઊતરી જતાં ઠંડકનો અનુભવ પણ પ્રજાજનોને થયો હતો. વરસાદની અવિરત ધારાઓને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે.

આણંદ શહેર અને સમગ્ર જિલ્લાભરમાં મંગળવારે પણ સવારથી આકાશમાં છવાયેલાં કાળાડિબાંગ વાદળો વચ્ચે વરસદના ઝાપટાં પડ્યાં હતાં. છેલ્લા ત્રણ િદવસથી જિલ્લાના તાલુકાઓમાં પણ વરસાદની અવિતરત ધારાઓ વરસી રહી છે. ત્યારે ચોથા િદવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. જિલ્લાના તમામ તાલુકાઓમાં વધતાં-ઓછા પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો. મંગળવારે સવારથી ઠંડા પવન સાથે વરસાદ વરસવાને કારણે ઠંડીનો અહેસાસ પણ પ્રજાજનોને અનુભવવો પડ્યો હતો. આણંદ શહેરમાં પણ વરસાદ વરસવાને કારણે સોમવારે રાત્રે ભરાઇ ગયેલાં પાણી ઊતરી ગયાં બાદ બપોરે વરસેલાં વરસાદને કારણે ફરી પાછા પાણી ભરાઇ ગયાં હતાં. સવારે ભારે પવનને કારણે તાલુકાઓના ગામડાંઓમાં આવેલાં માર્ગો પર વૃક્ષો ધરાશાયી થવાના બનાવો પણ બન્યાં હતાં. અવર જવર કરનારાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આઠ તાલુકાઓમાં વધતાં ઓછા પ્રમાણમાં વરસાદ નોંધાયો હતો. સતત ચોથા િદવસે પણ વરસાદ વરસવાને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ હતી. ખરીફ પાકોની વાવણીમાં જોતરાઇ ગયેલાં ખેડૂતો નજરે પડ્યાં હતાં. આગામી બે-ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી છે.

આણંદ જિલ્લામાં નોંધાયેલો વરસાદ

તાલુકોવરસાદ(મિમી)

આણંદ 50

ઉમરેઠ 18

બોરસદ 23

આંકલાવ 38

તાલુકો વરસાદ(મિમી)

પેટલાદ 33

સોજિત્રા 26

ખંભાત 36

તારાપુર 34

આણંદ જિલ્લામાં નોંધાયેલો વરસાદ

તાલુકોવરસાદ(મિમી)

આણંદ 50

ઉમરેઠ 18

બોરસદ 23

આંકલાવ 38

તાલુકો વરસાદ(મિમી)

પેટલાદ 33

સોજિત્રા 26

ખંભાત 36

તારાપુર 34

આણંદ જિલ્લામાં પોણા ઇંચથી બે ઇંચ વરસેલો વરસાદ: સૌથી વધુ આણંદ શહેરમાં બે ઇંચ ને સૌથી ઓછોઉમરેઠમાં પોણોઇંચ વરસાદ

આણંદની ડીએન હાઇસ્કૂલ પાસે ઘટાદાર વૃક્ષ ધરાશાયી થઇ જતાં અડધા વિસ્તારમાં વીજળીના રિસામણા થઈ ગયાં હતાં. જેસીબી મશીન બોલાવીને ઘટાદાર વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.