• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • દક્ષિણના ઉમરપાડામાં દેમાર 10 ઇંચ મધ્ય ઉત્તર ગુજરાતમાં ભરપૂર હેલી

દક્ષિણના ઉમરપાડામાં દેમાર 10 ઇંચ મધ્ય-ઉત્તર ગુજરાતમાં ભરપૂર હેલી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાંવિતેલાં 72 કલાકથી મેઘરાજાએ હેલી રૂપે અવિરત હેત વરસાવતાં તમામ 33 જિલ્લાના 217 તાલુકા તરબતર બન્યા હતા. તેમાંય ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને કચ્છમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ધમરોળતા નિચાણના વિસ્તારો માટે આફતરૂપ બનવા પામ્યો હતો. જ્યારે દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્રમાં ધીમી ધારના ચાર દિ’થી વરસી રહેલાં વરસાદે ખાસ કરીને ખેડૂતોને હાશકારો થવા પામ્યો છે. મંગળવારે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકા ઉપર મન મુકીને મહેર કરતા 24 કલાકમાં 10 ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે સુરત, રાજકોટ અને વડોદરામાં દિવસ દરમિયાન હળવો વરસાદ થવા પામ્યો હતો. જેના પગલે શહેરીજનોએ શીતળતાની મોજ માણી હતી.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સુત્રો પાસેથી વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ મંગળવારે સવારે 8થી નમતી બપોરે 4 કલાક સુધીમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં 156 મીમી, સિધ્ધપુરમાં 154 મીમી, સુરેન્દ્રનગરના દસાડામાં 154 મીમી ખાબકયો હતો. ઉપરાંત ઉત્તર ગુજરાતના મહેસાણા, સતલાસણા, સરસ્વતી તાલુકા પર પર પણ મેઘો ઓળઘોળ રહ્યો હતો. કચ્છના અંજારમાં 148 મીમી, ભચાઉમાં 104 મીમી, નખત્રાણામાં 133 મીમી સહિત મુન્દ્રા, ગાંધીધામમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો. નવસારી, વલસાડ, તાપી, નર્મદા અને ભરૂચમાં કાચુ સોનુ વરસ્યુ હતુ. રાજકોટમાં 30 મીમીને બાદ કરતા અન્ય તાલુકામાં હળવો વરસાદ નોંધાયો હતો. મધ્ય ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, આણંદ અને ખેડા જિલ્લાના તમામ તાલુકા ધીમીધારના વરસાદથી તરબતર બન્યા હતા.

બનાસકાંઠા-કચ્છના સરહદી ગ્રામ્ય વિસ્તારો ભારે વરસાદથી જળબંબોળ

અન્ય સમાચારો પણ છે...