ખાંધલી આકરણીમાં તલાટી, સરપંચ સહિત 3ની અટકાયત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદતાલુકાના ખાંધલી ગામે ખેડૂતની ખોટી આકારણી કરવાના કેસમાં આણંદ ગ્રામ્ય પોલીસે મહિલા સરપંચ અને તલાટી સહિત કુલ ત્રણ વ્યક્તિની અટકાયત કરી છે. જોકે, ત્રણેયના આગોતરા જામીન હોવાથી છોડી મુકવામાં આવ્યાં હતાં.

ખાંધલી ગામે રહેતાં રમેશભાઈ ભયલાલભાઈ પટેલની ગામમાં આવેલી જમીનમાં ઓરડીની આકારણી કરવામાં આવી હતી. આકારણી તલાટીએ ખોટી કરી બોગસ દસ્તાવેજી પુરાવા બનાવ્યાં હતાં. બાદમાં દસ્તાવેજ આધારે સરપંચ સાથે રહી ઠરાવો કર્યાં હતાં. અંગે ખાંધલીના પરીત મનુભાઈ પટેલે આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે 14મી ઓક્ટોબર, 2015ના રોજ ગુનો નોંધ્યો હતો. તપાસ દરમિયાન રમેશભાઈ ભાઇલાલ પટેલ, મહિલા સરપંચ નિતાબહેન ભરતભાઈ સોલંકી અને તલાટી તરૂલતાબહેન ડાભી આગોતરા જામીન સાથે આણંદ ગ્રામ્ય પોલીસ મથકે હાજર થતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરે કાર્યવાહી બાદ તેમને મુક્ત કર્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...