નાપાડ વાંટાના યુવકનું બાઇક સ્લીપ થતાં મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાપાડ વાંટાના યુવકનું બાઇક સ્લીપ થતાં મોત

ભાસ્કરન્યૂઝ. કપડવંજ

નાપાડવાંટા ગામે રહેતાં 40 વર્ષિય યુવક બાઇક લઇને જતાં હતાં તે દરમિયાન કુતરૂં આડું ઉતરતાં સર્જાયેલા અકસ્માતમાં તેમનું મૃત્યું નિપજ્યું હતું. અંગે આણંદ ગ્રામ્ય પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નાપાડવાંટામાં રહેતાં મુનાવર જીતસિંહ રાઠોડ (ઉ.વ.40) 18મી જુલાઇના રોજ બાઇક લઇને નાપા ખાંધલી રોડ પરથી પસાર થતાં હતાં તે દરમિયાન અચાનક કુતરૂં આડું આવતાં બાઇક સ્લીપ થઇ ગયું હતું. જેને કારણે મુનાવરભાઈને ગંભીર ઈજા પહોંચતાં સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યું નિપજ્યું હતું. અંગે આણંદ ગ્રામ્ય પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે માર્ગો પર વારંવાર અકસ્માત થઇ રહ્યા છે ત્યારે તંત્રએ પગલાં ભરવાં જરૂરી બન્યાં છે.

અન્ય સમાચારો પણ છે...