• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • 10 મિનિટમાં1200દીકરીએમહેંદી મુકાવી: વર્લ્ડરેકર્ડનો દાવો

10 મિનિટમાં1200દીકરીએમહેંદી મુકાવી: વર્લ્ડરેકર્ડનો દાવો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદનીચરોતર એજ્યુકેશન સોસાયટી દ્વારા ઉજવાઈ રહેલાં શકોત્સવ પ્રસંગે મંગળવારે એકસાથે 2400 વિદ્યાર્થિનીઓએ મહેંદી મુકવાના કાર્યક્રમમાં ભાગ લઈને િવશ્વ વિક્રમનો દાવો કર્યો હતો.

આણંદ શહેર અને આસપાસના વિસ્તારમાં મંગળવારના રોજ અવિરત વરસાદ વચ્ચે પણ ચરોતર એજ્યુકેશન સોસાયટીની 12 જેટલી શાળાઓની છાત્રાઓએ બપોરે 11:50થી 12 વાગ્યા સુધીમાં 1200 જેટલી વિદ્યાર્થિનીએ હાથમાં મહેંદી મુકાવી હતી. અંગે ચરોતર એજ્યુકેશન સોસાયટીના ચેરમેન નિરવ પટેલે જણાવ્યું હતું કે ‘સંસ્થા દ્વારા સંચાલિત શાળાઓમાં અંદાજે નવ હજાર વિદ્યાર્થિની અભ્યાસ કરે છે. આમ છતાં માત્ર પાંચ કે તેથી ઉપરના ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને પસંદ કરી હતી. સમારંભમાં કુલ 24 નિરીક્ષકો હાજર રહ્યાં હતાં. અમે તસવીરો સાથે આખરી સંખ્યાનો આંકડો અને વિડિયો રેકોર્ડિંગને આગામી 3થી 4 દિવસમાં વિશ્વવિક્રમની અધિકૃતતા માટે મોકલી આપીશું અને બધુ સમુસૂતરું નિવડશે તો આણંદને તેનો પ્રથમ વિશ્વ વિક્રમ હાંસલ થશે.’

આણંદ શહેરની ડીએન હાઈસ્કૂલમાં મંગળવાર સવારથી એક ઉત્સાહ જોવા મળ્યો હતો. એક સાથે 1200 દિકરીઓના હાથ પર મહેંદી મુકાવાની હતી. સમારંભમાં બધુ સુમંતર પડે તો તે વર્લ્ડ રેકર્ડમાં નોંધાશે. જેને પગલે ઘટનાની આણંદના ઇતિહાસમાં પણ નોંધ લેવામાં આવશે.

}2400 છાત્રાઓએ ભાગ લીધો

}1200 છાત્રાઓનાં હાથમાં મહેંદી મુકાઇ

} 24 નિરીક્ષકો હાજર રહ્યાં

} 12 શાળાની છાત્રાઓએ ભાગ લીધો

} 10 મિનિટ સુધી મહેંદી મુકાઇ

આંકડા શું કહે છેω

આતુરતાપૂર્વક વિશ્વવિક્રમની રાહ

^સમારંભનો ઉદ્દેશ ‘પર્યાવરણની રક્ષા નહીં કરીએ તો હાથ ઉપર મૂકવા માટેની મહેંદી પણ બચાવી શકીશું નહીં.’ હું હવે આતુરતાપૂર્વક વિશ્વવિક્રમની પુષ્ટિ થાય તેની રાહ જાઉં છું.’ > ક્રિનાવાણિયા, છાત્રા.

આયોજનધાર્યાં મુજબ પાર ઊતર્યું

^ચરોતર એજ્યુકેશન સોસાયટી દ્વારા રેકર્ડબ્રેક મહેંદી મુકવાના સમારંભનું આયોજન સારું થયું છે. કામગીરી બિરદાવવા જેવી છે. જે અંગે રિપોર્ટ કરીશું.’ > એમ.એસ.સૈયદ, સરકારીનિરીક્ષક.

અગાઉ સુરતના નામે રેકર્ડ

આણંદમાંએક સાથે 1200 છાત્રાનાં હાથમાં મહેંદી મુકવાના રેકર્ડબ્રેક સમારંભ અગાઉ સુરતમાં પણ એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 521 મહિલાઓનાં હાથમાં મહેંદી મુકવામાં આવી હતી. વર્લ્ડરેકર્ડ 28મી નવેમ્બર, 2014ના રોજ સ્થપાયો હતો. હવે આણંદની 1200 દીકરીએ રેકર્ડ સામે દાવો કર્યો છે.

વિશ્વ વિક્રમની ગણનાથી અત્યંત રોમાંચિત

^મહેંદી મુકવાના કાર્યક્રમની ગણના વિશ્વવિક્રમ તરીકે થશે તેવી જાણકારીને કારણે હું અત્યંત રોમાંચિત હતી. અત્યંત મહત્વનું પાસું છે કે પ્રવૃત્તિ સાથે પર્યાવરણની જાળવણીનો સંદેશ સંકળાયેલો હતો.’ > પ્રિયાંશીવાળંદ, છાત્રા.

આણંદની દીકરીઓએ કરી કમાલ : વર્લ્ડ રેકર્ડ માટે દાવેદારી કરી

ચરોતર એજ્યુકેશન સોસા.ના શકોત્સવની ઉજવણી પ્રસંગે વરસતા વરસાદમાં વિવિધ શાળાની 2400 વિદ્યાર્થિનીએ ભાગ લીધોે

અન્ય સમાચારો પણ છે...