તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ | ઈસ્લામધર્મના મહાન પયગમ્બર હઝરત મહમદ સાહેબના મુબારક જન્મદિન

આણંદ | ઈસ્લામધર્મના મહાન પયગમ્બર હઝરત મહમદ સાહેબના મુબારક જન્મદિન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | ઈસ્લામધર્મના મહાન પયગમ્બર હઝરત મહમદ સાહેબના મુબારક જન્મદિન ઈદે મિલાદ નિમિત્તે 2જી ડિસેમ્બરના રોજ આણંદમાં ભવ્ય જુલુસ નીકળશે. તેનું આયોજન આણંદ ઈદે મિલાદ સેન્ટ્રલ કમિટીએ કર્યુ છે. જુલુસ સવારે નવ કલાકે રેલવે ફાટક ઓવરબ્રિજ પાસે એકત્ર થઈ પોલસન રોડ, મહાવીર માર્ગ, 100 ફૂટ રોડ થઈ પાણીની ટાંકી થઈ સરવરી મસ્જિદ પહોંચશે. જ્યાં હઝરત પયગમ્બર સાહેબના બાલ મુબારકની ઝીયારત કરાશે. જુલુસમાં પીરાને તરીકત, આલીમો, પેશઈમામો, ગાદી નિશાન, પરવાના પાર્ટી મહુધા, મિલાદ પાર્ટી પેટલાદ, નાગરિકો, બાળકો તથા શણગારેલી ગાડીઓ જોડાશે.

આણંદ શહેરમાં ઈદે મિલાદનું 21 માં ભવ્ય જુલુસ નીકળશે

અન્ય સમાચારો પણ છે...