તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આમન તળાવમાં ખારકુવાનું પાણી છોડતા રોગચાની ભીતિ

આમન તળાવમાં ખારકુવાનું પાણી છોડતા રોગચાની ભીતિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરમસદસંદેશર ચોકડી નજીક આમન તળાવ આવેલ છે. વિસ્તારમાં જગાભાઇ પાર્ક, જલારામ પાર્ક, નિરવ પાર્ક સહિતની સોસાયરી તળાવના કિનારે અડીને આવેલ છે. જેમાં 150 વધુ પરિવારો રહે છે. પરંતુ તળાવમાં ખારકુવાનું ગંદુ પાણી છોડવામાં આવે છે. તેના કારણે તળાવનું પાણી દુષિત થઇ ગયું છે. જેથી ભારે માથુ ફાટીજાય તેવી દુર્ગધ મારે છે.

જેથી સ્થાનિક રહિશો નાની મોટી બિમારીનું પ્રમાણ વધી ગયું છે. તેમજ મચ્છરો સહિતની જીવતા વધી ગઇ હોવાથી સ્થાનિક રહીશોની ઉંધ હરામ થઇ ગઇ છે. જે અંગે જગાભાઇ પાર્કના રહિશોએ નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ પગલાં લેવાયા નથી. જેના કારણે સ્થાનિક રહિશોમાં ભારે રોષ ભભૂક્યો છે.

અન્ય સમાચારો પણ છે...