• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • અડાસ ગામે મારામારીના કેસમાં મહિલા સહિત ચારને 3 વર્ષની કેદ

અડાસ ગામે મારામારીના કેસમાં મહિલા સહિત ચારને 3 વર્ષની કેદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદપાસેના અડાસ ખાતે રહેતા નટુભાઈ ભીખાભાઈ વર્ષ 2011માં 6 જૂનના રોજ ટેમ્પામાંથી નીચે ઉતરતા હતા. સમયે અડાસમાં મહેશ મનુ ભોઈએ તેમની ફેંટ પકડી મને ટેમ્પામાં કેમ અપશબ્દ બોલતો હતો તેમ કહી માર માર્યો હતો.તેમણે બૂમરાણ મચાવી હતી. સમયે તેમના માસી નંદાબેન ભોઈ છોડાવવા આવ્યા હતા. દરમિયાન, બીજી તરફ આરોપી મહેશ મનુ, નરેશ મનુ, જનુ જેઠા તેમજ સાકર મનુએ ભેગા મળીને તેમની માસી ઉપરાંત નટુભાઈને ગડદાપાટુનો માર માર્યો હતો અને અપશબ્દ બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. નટુભાઈ ભોઈની ફરિયાદના આધારે વાસદ પોલીસે ગુનો નોંધી આણંદ જિલ્લા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. દરમિયાન, કેસ ચોથા એડિશ્નલ સિવિલ જજ એફ સિંધીની કોર્ટમાં ચાલી ગયો હતો. જ્યાં સરકારી વકીલ અજીતા ભટ્ટે ધારદાર દલીલ રજૂ કરી 13 સાહેદ અને 10 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા.જે કોર્ટે ગ્રાહ્ય રાખીને ચારેયને 3 વર્ષની જેલ અને 1500 લેખે રૂા. હજારના દંડની સજા ફટકારી હતી.

માથાદીઠ 1500 લેખ રૂા. હજારનો દંડ ફટકારાયો

વર્ષ 2011માં અપશબ્દ બોલવાે યુવકને માર માર્યો હતો

અન્ય સમાચારો પણ છે...