તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • ઉમરેઠમાં છેડતીના ગુનામાં શખ્સને બે વર્ષની કેદ અને દંડ

ઉમરેઠમાં છેડતીના ગુનામાં શખ્સને બે વર્ષની કેદ અને દંડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરેઠમાંચાર વર્ષ પહેલાં મહિલાની છેડતી કરી તેને ધમકી આપવાના ગુનામાં ઉમરેઠ કોર્ટે શખ્સને બે વર્ષની સાદી કેદ તથા ત્રણ હજારનો દંડ ફટકાર્યો છે. કોર્ટે સમાજમાં દાખલારૂપ ચૂકાદો આપતા પંથકમાં પણ લોકોને રાહતની લાગણી થઈ હતી.

અંગેની સત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમરેઠના કાછીયાવાડમાં રહેતો જીતેન્દ્ર ઉર્ફે ભોલીયો ઠાકોરલાલ કાછીયા પડોશમાં રહેતી એક મહિલાને અવારનવાર બિભત્સ ચેનચાળા કરતો હતો. વર્ષ 2013માં જાન્યુઆરીમાં શખ્સે મહિલાના ઘરમાં પ્રવેશી તેની અભદ્ર વર્તન કર્યું હતું. પરંતુ મહિલાએ પ્રતિકાર કરી બૂમરાણ મચાવતા તેણે તેના મોં પર હાથ મૂકી ગળું દબાવી તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેને પગલે મહિલા ભયભીત થઈ ગઈ હતી. બીજી તરફ મહિલાના પરિવારના લોકો આવી જતા આરોપી ભાગી ગયો હતો.

અંગેનો કેસ ઉમરેઠની એસ.એ.પઠાણની કોર્ટમાં ચાલી ગયો હતો જ્યાં કોર્ટે તમામ દસ્તાવેજી પુરાવા તપાસ્યા હતા. અને તેને બે વર્ષની સાદી કેદ તથા રૂપિયા ત્રણ હજારનો દંડ ફટકાર્યો હતો.

પડોશી મહિલાની અવારનવાર છેડતી કરી મારી નાંખવાની ધમકી આપી હતી

અન્ય સમાચારો પણ છે...