તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • ભાસ્કર િવશેષ | આણંદ જિલ્લાની 1012 શાળાના 1.36 લાખ વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો

ભાસ્કર િવશેષ | આણંદ જિલ્લાની 1012 શાળાના 1.36 લાખ વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિધાનસભાચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બીજી તરફ શહેરીજનો અને જિલ્લાવાસીઓ ચૂંટણીના િદવસે મતદાન કરવા અચૂક જાય તે હેતુસર તંત્ર દ્વારા વિશેષ કવાયત હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે આણંદ જિલ્લામાં આવેલી તમામ સરકારી શાળાઓમાં ક્વીઝ, રંગોળી, ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. અલબત્ત, સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિનો સંદેશ આપવામાં આવે છે. ઉપરાંત બીજી તરફ, તંત્રએ મતદાન મથક ઉપરાંત શહેરમાં આવેલા મોલ તેમજ જાણીતી મોટી દુકાનો ખાતે જાહેરજનતા માટે સૌપ્રથમ વાર ઉપયોગમાં લેવાનારા EVM-VVPAT નું પણ નિદર્શન યોજવામાં આવ્યું હતું.

સ્વીપ અંતર્ગત તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે હેતુસર વિવિધ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેમ જણાવતા નોડલ અધિકારી શ્વેતા ડાભીએ જણાવ્યું હતું કે, 1012 શાળામાં મતદાન જાગૃતિ માટે ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. ઉપરાંત 1782 મતદાન મથકો ખાતે EVM-VVPAT નું પણ નિદર્શન યોજવામાં આવ્યું હતું.

મતદાન જાગૃતિ રેલીમાં 50 હજાર ઉપરાંત વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જિલ્લામાં મહત્તમ મતદાન માટે 2.35 લાખ સંકલ્પ પત્રો ભરવામાં આવ્યા હતા. વલ્લભવિદ્યાનગરમાં આવેલી બીવીએમ, તેમજ બીજેવીએમ એન્જિનીયરીંગ કોલેજમાં લોકડાયરાનું આયોજન કરાયું તદઉપરાંત, શહેરમાં આવેલા મોલ તેમજ જાણીતી મોટી દુકાનો પર EVM-VVPAT નું પણ નિદર્શન કરાયું હતું.

ચાર ચૂંટણી નિરીક્ષકની નિમણુંક કરાઈ

આણંદનીસાત વિધાનસભા બેઠકો માટે ચૂંટણીપંચ દ્વારા ચાર ચૂંટણી નિરીક્ષકની નિમણુંક કરવામાં આવી છે. જેમાં ખંભાતમાં વી. કે. ધ્રુર્વેની, બોરસદ અને આંકલાવમાં મનોજકુમારની, ઉમરેઠ અને આણંદમાં વિકાસચંદ્ર રસ્તોગીની અને પેટલાદ તેમજ સોજિત્રામાં નારાયણપ્રસાદ દહેરીયાની નિમણુંક કરાઈ છે. તેઓ ચૂંટણીની પ્રક્રિયા તેમજ તેની કામગીરી પર દેખરેખ રાખશે. ચૂંટણીને લગતી કોઈપણ ફરિયાદ કે રજૂઆત માટે તેમનો આણંદના સરકીટ હાઉસ ખાતે રૂબરૂમાં સંપર્ક કરી શકાશે.

મતદાન મથકો ઉપરાંત શહેરમાં આવેલા મોલ ખાતે EVM-VVPAT નું નિદર્શન

ક્વીઝ, રંગોળી થકી મતદાન જાગૃતિનો સંદેશ

અન્ય સમાચારો પણ છે...