તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વટાવ સીમમાં બે ભાઇઓ બાખડયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેટલાદતાલુકાના વટાવ ગામે ખેતરની વાડમાંથી ડાળ કાપવા બાબતે બે ભાઇઓ વચ્ચે ઝગડો થતા બંને એક બીજાને ધારિયું મારીને ઇજા પહોંચાડી હતી.તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે મહેળાવ પોલીસ મથકે સામસામી ફરિયાદ નોંધાઇ છે.

પેટલાદ તાલુકાના વટાવ ગામે મનુભાઇ અને કાંતિભાઇ ડાહ્યાભાઇ જાદવનું ખેતર અડીને આવેલ છે. કાંતિભાઇ ખેતરમાં ઝાડની ડાળ કાપતા હતા. ત્યારે મનુભાઇએ ડાળ કેમ કાપે છે કહીને કાંતિભાઇ સાથે ઝગડો કરીને માથાના ભાગે ધારિયું મારીને ઇજા પહોંચાડી હતી. જેથી કાંતિભાઇ પણ મનુભાઇને ધારિયું મારીને ઇજાઓ પહોંચાડીને ધમકી આપતા. બંને ભાઇઓએ એકબીજા વિરૂધ્ધ મહેળાવ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...