તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • ખાનગી, સરકારી કે શૈક્ષણિક મેદાનનો ચૂંટણી માટે ઉપયોગ કરવા મનાઇ

ખાનગી, સરકારી કે શૈક્ષણિક મેદાનનો ચૂંટણી માટે ઉપયોગ કરવા મનાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા અથવા કોઇપણ ધાર્મિક કે પ્રાર્થનાના સ્થળોનો ભાષણો નહીં

જિલ્લામેજિસ્ટ્રેટ આણંદે આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે બહાર પડેલા જાહેરનામા દ્વારા આણંદ જિલ્લામાં સરકાર સહાયીત ખાનગી કે સરકારી શૈક્ષણિક સંસ્થાઓના મેદાનો સહિત મકાનોનો ચૂંટણી પ્રચાર રેલી કે ચૂંટણી વિષયક હેતુઓ માટે ઉપયોગ કરવાની મનાઇ ફરમાવી છે. તેવી રીતે જાહેર મકાનો સહિત સરકારી મકાનોની દિવાલો પર ચૂંટણીલક્ષી પ્રચાર સાહિત્ય અને સામગ્રી લગાવવા, દર્શાવવા, ભીંતચિત્રો દોરવા કે સૂત્રો લખવાની મનાઇ ફરમાવી છે. સરકારી મકાનમાં સરકારી કચેરી અને તેના પ્રાંગણનો સમાવેશ થશે.

તેજ રીતે સ્થાનિક કાયદાની મર્યાદામાં ખાનગી મકાન કે સ્થળનો કબજો ધરાવનારની સ્વૈચ્છિક લેખિત પરવાનગી મેળવ્યા વગર ધ્વજ, બેનર્સ જેવી કામચલાઉ જાહેરાતની સાધન સામગ્રી મૂકી નહીં શકાય. મિલકતોને કાયમી કે હંગામી નુકશાન કરે અને સરળતાથી નીકળે તેવા ચૂંટણીલક્ષી લખાણ, પોસ્ટર્સ, ભીંતચિત્રો મકાન માલિકની સંમતિથી પણ નહીં મૂકી શકાય. અલાયદા હુકમો કે સ્થાનિક કાયદાની મર્યાદામાં રાજકીય પક્ષો, ઉમેદવારો, એજન્ટસ કે સમર્થકો પોતાની મિલકતો પર સ્વૈચ્છાએ બેનર્સ, નાના વાવટા, ધ્વજ, ચોપાનીયા લગાવી શકશે, પરંતુ જો તેમાં નિદર્શન દ્વારા કોઇ ચોક્કસ ઉમેદવારો માટે મતની ભલામણ કરવાનો આશય હોય તો આઇપીસીની કલમ-૧૭૧ (એચ) ની જોગવાઇઓ અનુસરવી જરૂરી છે.

જાહેર મિલકતો તથા મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા અથવા કોઇપણ ધાર્મિક કે પ્રાર્થનાના સ્થળોનો ચૂંટણીલક્ષી ભાષણો, પોસ્ટર્સ, સંગીત દ્વારા ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ નહીં થઇ શકે.

ખાનગી માલિકીની મિલકત/જગ્યા પર માલિકની સંમતિથી પણ ચૂંટણીલક્ષી હોર્ડિંગ્સ, કટઆઉટ, બેનર્સ, પોસ્ટર્સ, પેમ્પલેટસ, ભીંતચિત્રો, સૂત્રો, ચૂંટણીલક્ષી સાહિત્ય ઇત્યાદી મૂકવા, લગાવવા કે ચોંટાડવા કે લખવાની મનાઇ રહેશે. હુકમ ૨૪ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. હુકમનું ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ સજા તથા દંડને પાત્ર થશે.

જિલ્લા મેજીસ્ટ્રેટે તેઓના હકૂમત હેઠળના વિસ્તારમાં ડીજીટલ સાઉન્ડ સિસ્ટમના ઉપયોગ તેમજ લાઉડ સ્પીકર પબ્લિક એડ્રેસ સીસ્ટમ, ફટાકડા ફોડવા વગેરે ધ્વનિ પ્રદૂષણ કરતાં સાધનોનો રાત્રિના 10:00થી સવારના 06:00 સુધી ઉપયોગ કરવા માટે પરવાનગી મેળવવાની રહેશે. માઇક વગાડવા માટે માલિકે/ભાગીદારે સંલગ્ન પોલીસ સ્ટેશનમાં પરવાનગી મેળવવાની રહેશે. ધ્વનિમાત્રાના તથા સમયમર્યાદા સુપ્રિમ કોર્ટના ચુકાદા તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમો-શરતોનું પાલન કરવા માટે પરવાનગી મેળવ્યા બાદ ઉપયોગ કરવાના રહેશે. હુકમ ૨૦મી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.

આણંદ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા રાત્રે લાઉડ સ્પિકર, ડી.જે પર પ્રતિબંધ

અન્ય સમાચારો પણ છે...