તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • વિદ્યાનગરની IDMC કંપનીના એમડીએ ઉચ્ચ મહિલા કર્મીની છેડતી કર્યાની ફરિયાદ

વિદ્યાનગરની IDMC કંપનીના એમડીએ ઉચ્ચ મહિલા કર્મીની છેડતી કર્યાની ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદનજીક વિદ્યાનગર સ્થિત જીઆઇડીસીમાં આવેલી આઈડીએમસી કંપનીના મેનેજિંગ ડિરેક્ટરે ઉચ્ચ હોદૃા પર ફરજ બજાવતી મહિલા કર્મચારીની જાસૂસી કરાવ્યા બાદ તેની સાથે અભદ્ર વર્તન કર્યું હોવાની ફરિયાદ મહિલાએ વિદ્યાનગર પોલીસ સ્ટેશને નોંધાવી છે. દરમિયાન કોન્ટ્રેક્ટ પૂરો થવાના કારણે મહિલાને ફરજમાંથી મુક્ત કરાયા હોવાનું સત્તાવાર રીતે જણાવાયું હતું.

શહેરના સોજીત્રા રોડ પર રહેતી અને આઇડીએમસી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતી મહિલાએ વિદ્યાનગર પોલીસ સ્ટેશને કંપનીના એમડી રાજેશ સુબ્રમણ્યમ (રહે. એનડીડીબી કેમ્પસ) વિરૂદ્ધ ફરિયાદમાં જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણેક માસથી તેમના માતાની તબિયત સારી હોઇ સારવાર માટે આણંદના ડો. ચિંતન વ્યાસ અને ત્યાંથી વધુ સારવાર માટે ડૉ.તુષાર શાહને ત્યાં જતા હતા.દરમિયાન, સમયે કંપનીમાં ફરજ બજાવતા ઋષિકેશ યલગાવકર મહિલાનો પીછો કરતા હતા. જોકે, બાબતે તેમને જાણ થતાં રાજેશ સુબ્રમણ્યમ દ્વારા તપાસ કરવા માટે મોકલતા હોવાની કેફિયત તેમણે રજૂ કરી હતી. ફરિયાદમાં તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તેમના વિરૂદ્ધ ઓફીસના કામની જુનિયર કર્મચારીઓ પાસે માહિતી મંગાવીને જુનિયર ઓફિસરો પરીચય રાઠોડ અને ઋષિકેશ યલગાવકર પાસે ખોટી ખોટી ફરિયાદો કરવા માટે દબાણ કરતા હતા. જેની જાણ સ્ટાફ દ્વારા મહિલાને થઇ હતી. આવી બધી બાબતોને લઇને મહિલા માનસિક ત્રાસ અનુભવતી હતી. દરમિયાન, મંગળવારે મહિલાને ચિખોદરા જવાનું હોઈ તેણે અગાઉથી રજા માંગી હતી. છતાં એમડીએ પોતાના પીએ જગદીશ ..અનુસંધાન3 પર

ટર્મિનેટ કરતાં જાતિય સતામણીની ફરિયાદ કરી છે

આઈડીએમસીકંપનીના સેક્રેટરી કિન્નરી શાહે લેખિત નિવેદનમાં જણાવ્યું હતું કે, કંપનીમાં ફરજ બજાવતી મહિલાને મંગળવારે તેમના હોદૃા પરથી કોન્ટ્રાક્ટ મુજબ ટર્મિનેટ કરાયા હતા. જેને પગલે તેમણે કંપનીના સિનિયર અધિકારી વિરૂદ્ધ જાતિય સતામણીની ફરિયાદ નોંધવી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપને અમે નકારી કાઢીએ છીએ.

રજા માગવા ગઇ ત્યારે MDએ ચેમ્બરમાં છેડતી કર્યાની પોલીસમાં ધા નાખી

અન્ય સમાચારો પણ છે...