અનામત માત્ર હકદારને મળવી જોઈએ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેરા ગુજરાત બદલ રહા હૈ, યુવા આગે બઢ રહા હૈ

મહિલાઓને ઘરમાંથી સપોર્ટ મળે તેનું શું ?

ગુજરાતમાં ઘણા વર્ષો પછી વખતની વિધાનસભાની ચૂંટણી રીતે નોખી છે કે રાજ્યના રાજકારણને ત્રણ નવા યુવા ચહેરા મળ્યા છે. વાત ચાહે ભાજપની હોય કે કોંગ્રેસની,તમામ પોલીટીકલ પાર્ટીમાં જીતનો મદાર સિનિયર સિટિઝન જેવા નેતાઓ પર હોય છે. પરંતુ વખતે ત્રણ યુવા નેતા હાર્દિક પટેલ,અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી પણ પેલા સિનિયર નેતાઓ જેટલા ચર્ચામાં છે. તેઓ કયા રાજકીય પક્ષ સાથે જોડાયેલા છે તેની હાલ ચર્ચા નથી પરંતુ ગુજરાતના રાજકારણના લોહીનું ટ્રાન્સપ્લાન્ટ થઇ રહ્યું છે. મહત્વની વાત છે કે ત્રણેય ચહેરા, ના ગાંધી પરિવારના ફરજંદ છે કે ના સંઘના સ્વયંસેવક.માત્ર આપબળે ઉપર આવ્યા છે. એજ્યુકેશનનું હબ ગણાતી આણંદ વિદ્યાનગરની ભૂમિ પર પણ નવલોહિયા વિદ્યાર્થીઓનું ઘડતર થઇ રહ્યું છે ત્યારે રાજકારણની નવી તરાહ, યુવાઓનું પોલીટીક્ટસમાં ઇન્વોલ્વમેન્ટ, મહિલા અનામત સહિત વિવિધ મુદ્દે વિદ્યાર્થીઓ શું માની રહ્યા છે તે બાબતે ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા વિદ્યાનગર એમએસડબલ્યૂ ડિપાર્ટમેન્ટ ખાતે લાઇવ ડિબેટનું આયોજન કરાયું હતું. જેમાં દેશના ભાવિ યુવાનોએ ખૂલ્લા દિલે પોતાના વિચારો રજૂ કર્યા હતા. ચર્ચામાં ભાગ લેનાર મોટાભાગના વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓએ રાજકારણમાં યુવાનોને પૂરતા પ્રમાણમાં પ્રતિનિધિત્વ નહીં મળતું હોવાની, દીકરીઓને જાહેરજીવનમાં આગળ આવવા માટે સૌ પ્રથમ ઘરમાંથી પડકારોનો સામનો કરવો પડતો હોવાની, રાજકારણમાં મહિલાઓનો સમખાવા પૂરતો હિસ્સો હોવાની કેફિયત રજૂ કરી હતી. સાથે જ્ઞાતિ-જાતિ આધારિત અનામતના બદલે આર્થિક રીતે પછાત માટે અનામતની પણ હિમાયત કરી હતી.

^મહિલાઓને હાલમાં 33 ટકા અનામત મળે છે તો આવી સ્થિતિ છે તો 50 ટકા અનામત મળે તો પણ કંઈ થશે નહીં. કેમ કે, ઘરમાંથી સપોર્ટ મળતો નથી. મોટાભાગે મહિલાઓના પતિ બધો કારભાર સંભાળતા હોય છે. > દિપ્તીશુક્લા, વિદ્યાર્થિની

^અનામત હોત તો દલિતના અવાજને દબાવી દેવાયો હોત. જોકે, આમ છતાં જે રીતે આજકાલ તેનો દુરપયોગ વધ્યો છે તે જોતા હવે, અનામત હકદારને મળવી જોઈએ. અનામત કાસ્ટીઝમ હોવી જોઈએ. યુવાઓને રાજકારણમાં તક આપવામાં આવે તો તેઓ જરૂર સફળ થશે. > રૂદ્રસુર્વે, વિદ્યાર્થી

અનામત માટે તમામને માઈન્ડસેટ બદલવાની જરૂરત છે

આજનો યુવાનો રાજકારણમાં કેવી રીતે આગળ આવે ?

જ્યાં સુધી વૃદ્ધ લોકો હટશે નહીં, ત્યાં સુધી યુવાનો આગળ આવશે નહીં

શુદ્રને આજે પણ તુચ્છ ગણવામાં આવે છે

મહિલાઓના વિકાસની માત્ર વાતો થાય છે

રાજકારણમાં યુવાનોને પૂરતી તક અપાતી નથી

નોકરી મળતી નથી ત્યારે આંદોલન થાય છે

યુવાઓએ વિકાસના કાર્યને લઈને આગળ આવવું જોઈએ

^હાલની સ્થિતિ છે કે, અનામત બધાને જોઈએ છે. અને નથી પણ જોઈતી. પણ માટે હાલમાં તમામે માઈન્ડસેટ બદલવાની જરૂરત છે. પરંતુ આમછતાં પણ આર્થિક રીતે જે લોકો પછાત હોય તેમના માટે અનામતની વ્યવસ્થા રાખવી જોઈએ.મહિલાઓએ રાજકારણમાં પ્રવેશવું જોઈએ. > દિવ્યાઆઈગર, વિદ્યાર્થિની

^યુવાઓને તો રાજકારણમાં આગળ આવવું છે. પરંતુ કોઈ આગળ આવવા દેતા નથી. પૈસાથી કે પછી અન્ય કોઈ રીતે જે લોકો રાજકારણમાં છે તેઓ આજે પણ સ્થિતિએ છે. જો સ્થિતિ રહે તે યુવાનો કેવી રીતે આગળ આવે. પીઢ નેતાએ માર્ગદર્શક બનવું જોઈએ ને અનામતને જડમૂળથી કાઢી નાંખવી જોઈએ. > પાર્થપટેલ, વિદ્યાર્થી

^યુવાઓ જો રાજકારણમાં આગળ આવશે તો યુવાઓની બેરોજગારીથી લઈ તેમને મૂંઝવતા જે સવાલો છે તે યુવા રાજકારણી સમજી શકશે. એટલે કહેવાનું તાત્પર્ય કે, યુવાઓએ રાજકારણમાં આગળ આવવું જોઈએ. જ્યાં સુધી વૃદ્ધ લોકો હટશે નહીં ત્યાં સુધી યુવાઓ આગળ આવશે નહીં. ઉપરાંત અનામત પ્રમાણે નહીં, પણ મેરીટ પ્રમાણે તમામને તક મળવી જોઈએ. > મેશ્વાશાહ, વિદ્યાર્થિની.

^આદિકાળથી ચાર વર્ણવ્યવસ્થા ગોઠવાઇ છે. જેમાં આજે પણ શુદ્રને તુચ્છ ગણાય છે. આજે પણ સમાજમાં કેટલાંય લોકો એવા છે જેમનો હજુપણ વિકાસ થયો નથી. હવે અનામત નાબુદ કરાય તો આવા લોકોનો વિકાસ કેવી રીતે થાય પ્રશ્ન છે. એટલે અનામત હોવી જોઈએ.> સચિનપરમાર, વિદ્યાર્થી

^સામાન્ય રીતે સરકાર દ્વારા બેટી બચાવો અને બેટી પઢાવોની વાત કરવામાં આવે છે. પરંતુ મહિલાઓની જ્યારે પણ વિકાસ બાબતની વાત આવે ત્યારે સરકાર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી. પછી શિક્ષણ બાબતની હોય કે પછી ચૂંટણીમાં ટીકીટની વહેંચણીની બાબત હોય. > પ્રાચીભટ્ટ, વિદ્યાર્થીની

^33 ટકા મહિલા અનામતની વાત ભલે થતી હોય પરંતુ ટીકીટની વહેંચણીમાં તે દેખાતું નથી. યુવાઓની રાજકારણમાં પ્રવેશની વાત થાય છે પણ યુવાનોને પૂરતી તક આપવામાં આવતી નથી. જો તેમને તક આપવામાં આવે તો તે સારૂ કરી શકશે. > અનુષ્કાસિસોદિયા, વિદ્યાર્થિની

^યુવાઓએ રાજકારણમાં આગળ આવવું જોઈએ તો ગંદુ પોલિટીક્સ બંધ થશે. પરંતુ આજે સ્થિતિ છે કે યુવાઓનો અવાજ દબાવવામાં આવે છે. હાલમાં જે અનામતની વાત છેડાઈ છે, લાખો રૂપિયા ખર્ચીને જ્યારે નોકરી નથી મળતી ત્યારે લોકો આંદોલન તરફ આગળ વધે છે. > હર્ષિલદવે, વિદ્યાર્થી

^યુવાઓએ વિકાસના કાર્યને લઈને આગળ આવવું જોઈએ. નહીં કે અનામત કે પછી અન્ય આંદોલનને લઈને. અનામત આમ જોવા જઈએ તો સારી બાબત છે અને તેને કારણે પછાત જાતિના લોકો સારી શાળામાં ભણી શકે છે. બીજી તરફ મહિલાઓએ પણ રાજકારણમાં આગળ આવવું જોઈએ અને તો મહિલા સશક્તિકરણનો સાચો અર્થ જોવા મળશે. > શીરીલપઠાણ, વિદ્યાર્થિની.

‘દિવ્ય ભાસ્કર’ દ્વારા વિદ્યાનગર MSW ડિપાર્ટમેન્ટ ખાતે લાઇવ ડિબેટમાં વિદ્યાર્થીઓએ પોતાના વિચારો રજૂ કર્યા

અન્ય સમાચારો પણ છે...