તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • આણંદમાં જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદમાં જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિધાનસભાચૂંટણીને હાલ ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે તમામ રાજકીય પક્ષ મતદારોને રીઝવવા માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ભાજપના ગજાવર નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના રાહુલ ગાંધી પણ આણંદમાં આગામી 8મી અને 9મી ડિસેમ્બરના રોજ આણંદ જિલ્લામાં આવવાના છે. બંને નેતાઓની આણંદ જિલ્લાની મુલાકાતને પગલે સમગ્ર આણંદ જિલ્લામાં પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ સમયગાળા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બને તે હેતુસર સમગ્ર જિલ્લાને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયુ છે. સૂત્રો દ્વારા માહિતી અનુસાર, સમગ્ર જિલ્લાની પોલીસને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. તમામ પોલીસકર્મીઓની રજાઓ હાલમાં કેન્સલ કરી દેવામાં આવી છે. પોલીસ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ સહિત કુલ 500 પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરવામાં આવશે. હાલમાં જિલ્લા પોલીસ દ્વારા ઠેર-ઠેર વાહન ચેકીંગની કામગીરી કરવામાં આવી છે. બીજી તરફ, અન્ય જિલ્લામાંથી પણ પોલીસ સ્ટાફની માંગણી કરાઈ છે.

મોરડ ખાતે પીએમની સભા માટે તૈયારીઓ પૂરજોરમાં શરૂ કરી દેવાઇ છે.

તમામ પોલીસકર્મીઓની રજાઓ કેન્સલ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો