ક્ષત્રિય અને પાટીદાર સમાજના મતદારો વધુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રજા સાથે સીધો સંપર્ક ધરાવે છે

ગળથુથીમાં રાજકારણ છે

2012માં રમણ સોલંકીના પત્ની કોંગ્રેસના રાજેન્દ્ર સિંહ પરમાર સામે 21 હજાર મતે હાર્યા હતા

બોરસદનો ચૂંટણી જંગ : કોંગ્રેસના ગઢ સમી બેઠકમાં ભાજપ માટે કપરા ચઢાણ

આણંદજિલ્લામાં નવા સીમાંકન બાદ 2012માં બોરસદ બેઠકમાં ભાદરણ બેઠકના કેટલાંક ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.જેથી ભાદરણ બેઠકના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમાર બેઠક પર કોંગ્રેસમાંથી ચૂંટણી લડયા હતા.તેઓ 21 હજારથી વધુ મતે જીત્યા હતા.જયારે બેઠક પર હાલના ભાજપના ઉમેદવાર રમણ સોલંકીની પત્ની નયનાબેન સોલંકી હારી ગયા હતા.તેમ છતાં ભાજપે રમણ સોલંકીને અને કોંગ્રેસે રાજેન્દ્રસિંહ પરમારને મેદાનમાં ઉતાર્યા છે.આમ બેઠક વધુ એક વખત બે ક્ષત્રિય ઉમેદવાર વચ્ચે જંગ જામશે.

બોરસદ વિધાનસભાની બેઠક પર છેલ્લી 1972થી માધવસિંહ સોલંકીના પરિવારનો દબદબો છે.માત્ર શરૂઆતમાં 1962 અને1967માં બે વખત પટેલ ઉમેદવાર જીત્યા હતા. બેઠક પર છેલ્લી 11 ટર્મથી કોંગ્રેસના ઉમેદવારો જીતતા આવ્યા છે.કોગ્રેસે વર્તમાન ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારને રીપીટ કર્યા છે. જયારે ભાજપે ગત વિધાનસભાની ચૂંટણીમાં હારેલ નયનાબેન સોલંકીના પતિ રમણ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે. તેના કારણે સ્થાનિક કાર્યકરોમાં થોડો અસંતોષ જોવા મળી રહ્યો છે. બેઠક પર 40 ગામડાઓના મતદારો ઉમેદવારનું ભાવિ નકકી કરે છે.ત્યારે વખતે જીએસટી,નોટબંધી અને સ્થાનિક પ્રશ્નોને લઇને ગ્રામ્ય વિસ્તારના મતદારોનું જોક કોની તરફ છે તે પરિણામો બાદ ખબર પડશે.

બોરસદ બેઠક પર માધવસિંહ સોલંકી પરિવારનું પ્રભુત્વ

બોરસદનીભાદરણ બેઠક પરથી1962 થી 1985 સુધી સતત વખત માધાવસિંહ સોલંકી જીત્યા હતા.તેમજ 1985માં તેઓ ગુજરાતના મુખ્યમંત્રી પદે રહીને પ્રા.શાળામાં મધ્યાહન ભોજન યોજના દાખલ કરીને સારી નામવા મેળની હતી.

^ ભાજપના ઉમેદવાર રમણ સોલંકી શિક્ષક છે.તેની સાથે વર્ષોથી રાજકારણમાં જોડાયેલા છે.તે હાર પચાવી જાણે છે.બંને પતિ પત્ની વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયા છે.તેમજ છતાં તેઓ સાંસદ,રાજયસભાના સાંસદમાંથી પોતાના વિસ્તારમાં વિકાસના કામો કરાવ્યાં છે.જેના કારણે લોકપ્રિય છે.તેમજ પ્રજા સાથે સીધો સંપર્ક ધરાવે છે.પરંતુ તેઓ ઠાકોર સમાજના હોવા છતાં તેઓની સાથે સ્થાનિક ઠાકોર સમાજના લોકો નથી. > રમણસોલંકી

^ કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમાર ગળથુથીમાં રાજકારણ અને કોંગ્રેસ જોવા મળે છે. કારણે 1990 તેમના પિતા ધીરસિંહ પરમાર સતત ત્રણ ટર્મ સુધી ભાદરણ બેઠક પરથી ચૂંટાઇ આવતા હતા.તેઓ્ના અવસાન બાદ રાજેન્દ્રસિંહ પરમારે ધુરા સંભાળી હતી.તેઓ બોરસદ પંથકના સહકારી ક્ષેત્રે જાણીતા હતા.તેમજ અમૂલ ડેરીમાં છેલ્લી બે ટર્મથી વાઇસ ચેરમેન પદે સેવા આપે છે.તેઓ હાઇ પ્રોફાઇલ ઉમેદવાર છે.પ્રજા સાથે સીધો સંપર્ક ધરાવતા નથી.સામાન્ય વ્યકિતને મળવું મુશ્કેલ છે.પરંતુ પોતાના સમાજ પર પ્રભુત્વ હોવાથી એક હથ્થુશાસન છે.તેઓને બોરસદ શહેરના મતદારો સાથે કોઇ લેવા દેવા નથી.માત્ર ગ્રામ્ય મતદારોના જોરે જીતે છે > રાજેનદ્રસિંહપરમાર

સીટી સ્કેન | ક્ષત્રિય અને ઠાકોર વચ્ચે દ્વિપાંખીયો જંગ,7 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં

બેઠક પર કુલ મતદારો 241029 છે.જેમાં સવર્ણ મતદારો 32450 ,ક્ષત્રિય મતદારો60000 ,લધુમતિ મતદારો22510,ઠાકોર મતદારો 22210દલિત મતદારો 13500, અનુસુચિત જાતિ મતદારો14070,દેવી પૂજક મતદારો7580 તથા અન્ય મતદારો 18700ઉપરાંત છે.જેથી ચૂંટણી ભારે રસકાસી ભરી બની રહેશે

અન્ય સમાચારો પણ છે...