આસોદરમાં ઉઘરાણી બાબતે ઇસમ પર હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંકલાવતાલુકાના આસોદરમાં પૈસાની ઉઘરાણી બાબતે ત્રણ શખ્સે ઈસમને અપશબ્દ બોલી ગડદાપાટુનો માર મારી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા સમગ્ર મામલો આંકલાવ પોલીસ સ્ટશને પહોંચ્યો હતો.

આંકલાવ તાલુકાના આસોદર ગામમાં થોડા સમય પૂર્વ દિનેશભાઈ વાદીએ તેમના મિત્ર નાનાભાઈ વાદીને સાવરણી બનાવવાનો ધંધો કરવા માટે નાનાભાઇને પૈસા ઉછીના આપ્યા હતા. ત્યારબાદ દિનેશભાઇ આપેલા પૈસાની ઉઘરાણી કરવા માટે ગયા હતા. ત્યારે નાનાભાઇ એકાએક ઉશ્કેરાઇને અન્ય બે શખ્સ સાથે મળી અપશબ્દ બોલી ગડદાપાટુનો માર મારી તેમની પાસે રહેલા તીક્ષણ હથિયાર વડે હુમલો કરી ધમકી આપી હતી. જેથી દિનેશભાઈ નાનાભાઈ, સોમાભાઈ અને ઈકાભાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...