તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ચૂંટણી ખર્ચનો હિસાબ રજુ નહી કરતા ઉમરેઠના કોંગ્રેસના ઉમેદવારને નોટિસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી ખર્ચનો હિસાબ રજુ નહી કરતા ઉમરેઠના કોંગ્રેસના ઉમેદવારને નોટિસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદજિલ્લા સાત વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે. ત્યારે ઉમરેઠ મત વિસ્તારમાં 11 જેટલા ઉમેદવારોએ મેદાનમાં ઝંપલાવ્યું છે. તેઓ દ્વારા દરરોજ સમયસર હિસાબ ચૂંટણી વિભાગને રજુ કરવાના હોય છે. પરંતુ ઉમરેઠ મતવિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર કપિલાબેન ચાવડાએ સમયસર હિસાબો રજુ નહી કરતા ચૂંટણી વિભાગે નોટિસ ફટકારી હતી. દિન બેમાં ખર્ચ થયેલા બિલો સાથે રજુ કરવા પણ સૂચના આપી હતી.

ઉમરેઠ મત વિસ્તાર વિધાનસભાની યોજાનાર ચૂંટણીમાં જુદી જુદી પક્ષ્ના કુલ અગિયાર જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જેઓ દ્વારા ચૂંટણી પ્રચાર સહિતના જુદા જુદા ખર્ચાઓ સંદર્ભે ચૂંટણી વિભાગને સમયસર હિસાબો રજુ કરવાના હોય છે. પરંતુ આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ કપિલાબેન ગોપાલભાઈ ચાવડાએ કોંગ્રેસપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. જેઓ દ્વારા ચૂંટણી પ્રચાર સહિતના જુદા જુદા ખર્ચાઓ સંદર્ભે ચૂંટણી વિભાગને હિસાબો રજુ કરવામાં આવ્યા હતા. જે બાબતે ચૂંટણી વિભાગે સુચનાઓ આપવા છતાં પણ સમયસર હિસાબો રજુ કરવામાં આવ્યા હતા. આથી ચૂંટણી વિભાગ દ્વારા લોક પ્રતિનિધિ અધિનિયમ-1951 અન્વયે કલમ-99 મુજબ નોટિસ ફટકારવામાં આવી હતી.

આમ ચૂંટણી વિભાગે આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ કપિલાબેન ચાવડાને નોટિસ ફટકારતાની સાથે બે દિવસમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન થયેલા તમામ ખર્ચાઓની વિગતવાર બિલો સાથે રજુ કરવા જણાવ્યું હતું. છતાં પણ નોટિસનો ખુલાસો જવાબ આપવામાં નહીં આવે તો ચૂંટણી અધિકારી જિલ્લા કલેકટરને રિપોર્ટ મોકલવામાં આવશે.

ઉમરેઠ મત વિસ્તારમાં 11 ઉમેદવારોએ મેદાનમાં છે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

વધુ વાંચો