• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • સુલ્તાનપુરા દૂધ મંડળીમાંથી 1.44 લાખની મત્તાની ચોરી

સુલ્તાનપુરા દૂધ મંડળીમાંથી 1.44 લાખની મત્તાની ચોરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદશહેર પાસે આવેલા સુલ્તાનપુરામાં આવેલી દૂધ મંડળીના તાળાં તોડી તેમાંથી તસ્કરોએ રૂા. 1.44 લાખની મત્તાની ચોરી કરી હતી. અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ચોરીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ શહેર પાસે આવેલા નાપાડ ગામ સ્થિત સુલ્તાનપુરા ખાતે રહેતા અને દૂધ મંડળીમાં ફરજ બજાવતા ફકીરભાઇ સાહેબસિંહ રાઠોડ ગુરૂવારે રાબેતા મુજબ દૂધ મંડળીમાં ગયા હતા. દરમિયાન, સમયે દૂધ મંડળીના દરવાજાના તાળાં તૂટેલા જોતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા. તેમણે દૂધ મંડળીમાં તપાસ કરતા મંડળીની કેશપેટીમાંથી રોકડા રૂા. 1,19,473 અને રૂા. 25 હજારની કિંમતનું લેપટોપ મળી કુલ રૂા. 1.44 લાખની મતાની ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. બનાવની જાણ તેમણે આણંદ ગ્રામ્ય પોલીસને કરતા પોલીસની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ડોગ સ્કવોડ અને ફિંગરપ્રિન્ટની મદદ લઈ ચોરીનો ગુનો નોધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસે ડોગ સ્કવોડ અને ફિંગરપ્રિન્ટની મદદ લઈ ચોરનો શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા

અન્ય સમાચારો પણ છે...