• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • ચૂંટણીના વાતાવરણમાં પડ્યો વરસાદ, કાર્યલયો થયા સૂમસામ

ચૂંટણીના વાતાવરણમાં પડ્યો વરસાદ, કાર્યલયો થયા સૂમસામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિધાનસભાનીચૂંટણી ચરોત્તરમાં 14 મી ડિસેમ્બરના રોજ યોજાનાર છે. જેને લઇ હાલ ચૂંટણીનું વાતાવરણ ધીમે ધીમે જામતું હતું.હવે મતદાનને માત્ર 8 દિવસ રહ્યાં છે. તેમજ ચૂંટણી પ્રચારના માત્ર દિવસ રહ્યાં છે. ત્યારે આણંદ-ખેડા જિલ્લાની 13 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ સહિત ઉમેદવારોએ છેલ્લા ચારેક દિવસથી ડોર ટુ ડોર પ્રચાર અને કાર્યાલય પણ ખુલ્લા મુકાવામાં આવ્યા હતા. તેમજ કેટલીક જગ્યાએ સભા યોજવાની તૈયારીઓ શરૂ કરી હતી. પરંતુ ઓખા વાવાઝોડાએ ઉમેદવારી તમામ ગણતરી પર પાણી ફેરવી દીધું છે. હાલ ઉમેદવારો માટે રાત ટુંકીને વેશજાજ તેવી સ્થિતી છે.

ઓખી વાવાઝોડાની અસરના પગલે બે દિવસથી વરસાદી માહોલ વચ્ચે ઠંડીનું જોર વધ્યું છે. તેના કારણે ચૂંટણીના રાજકિય ગરમાવ પર ટાઢોળુ ફરી વળતાં હાલ ચૂંટણીનાકાર્યલયો ટેકદારો અને જનતાવિના ખાલીખમ ભાષી રહ્યાં છે. જેના પગલે ઉમેદવારોમાં પણ ચિંતાનું મોજું ફળિવળ્યું છે.

આણંદ શહેરમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો પ્રચાર-પ્રસારનો ટેમ્પો જામ્યો હતો.પરંતુ ધીમે ધીમે ચૂંટણીનું વાતવરણ જામવા લાગ્યું હતું. જેમાં ભાજપ-કોંગ્રેસે કાર્યલય પણ પ્રચાર માટે ખુલ્લામુકાયા છે. જયાં ચા-પાણી નાસ્તા સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. રાત પડતા કાર્યકરો અને મતદારો ચૂંટણી કાર્યલય ખાતે એકત્ર થઇને પોતાના પક્ષને જીતાડવાની વ્યુહરચના ઘડતા હતા. પરંતુ સોમવારના રોજ ઓખી વાવાઝોડાના પગલે આણંદ-ખેડા જિલ્લામાં વાદળોના ઘેરાવા વચ્ચે વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે ચૂંટણી કાર્યલયો પર માત્ર એકદોકલ કાર્યકરો સિવાય કોઇ જો જોવા મળતું નથી.

તો બીજી બાજુ સતત વરસી રહેલા વરસાદને કારણે ડોર ટુ ડોર પ્રચાર કરવા નીકળેલા ઉમેદવારો સાથે પણ ટેકેદારો જોવા મળતાં નથી. તેમજ ઉમેદવારો પણ ફરી શકતા નથી. તેમજ પ્રચાર પસાર માટે ટેમ્પા તથા વાહનો પર લગાવેલ હોડીંગો વરસાદમાં ભીના થઇ જતાં નકામાં થઇ ગયાછે. તો વળી કેટલીક જગ્યા કામચાલુ કાર્યલયના મંડપ અને હોડીંગ પલડી જતાં ઉમેદવારના પ્રચારમાં પણ તેની અસર વર્તાઇ રહી છે.

પેટલાદમાં સીડી પટેલનીજાહેર સભા મોકુફ

પેટલાદવિધાવસભા બેઠકના ભાજપના ઉમેદવાર સી.ડી.પટેલે મંગળવારનો રોજ સાંજે જાહેર સભાનું આયોજન કર્યુ હતું. પરંતુ બે દિવસથી વરસાદી માહોલ સર્જાતા આખરે તેઓએ જાહેરસભાનો કાર્યક્રમ રદ કર્યો હતો.

રૂપાલાની સભા વહેલી આટોપી લેવાઇ

ખંભાતના અખાતીય વિસ્તારમાં કમોસમી માવઠું અને ઠંડા પવનોને કારણે મતદારો પણ પ્રચાર સભામાં આવતા નથી. રાત્રી સભાઓમાં પણ બે દીવાથી ભીડ ઓછી આવતી હોવાની માહિતી કાર્યકરો આપી રહ્યા છે. પુરસોત્તમ રૂપાલાની સભા સમયે ઉંદેલ માં વરસાદ પડ્યો હોઈ કાર્યકરોનો ઉત્સાહ ઘટી ગયો હતો. ખુબ પાંખી હાજરીમાં રૂપાલાએ સભા સંબોધી હતી અને ઝડપભેર આટોપી દીધી હતી.

ઓખીને લીધે ડોર ટુ ડોર પ્રચારમાં કાર્યકરોમાં ઠંડી પ્રસરી

અન્ય સમાચારો પણ છે...