પેટલાદ પશુ સારવાર કેન્દ્રમાં સારવાર અપાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોગમાં લોહીની નસો ફુલી જાય છે

વેરીકોઝ વેઈન રોગથી પીડાતી ભેંસનું સફળ ઓપરેશન કરાયું

પેટલાદપશુ સારવાર કેન્દ્રમાં ભેંસમાં છેલ્લા 2 વર્ષથી પૂછડીયા ભાગમાં વેરીકોઝ વેઇન નામનો રોગ થયો હતો. જેનું સફળ પૂર્વક ઓપરેશન કરીને ભેંસને દુ:ખમાંથી મુકત કરવામાં આવી હતી.

વેરીકોઝ વેઇન પશુઓમાં જવલ્લેજ જોવા મળતો એક પ્રકારનો રોગ છે. રોગમાં ચામડીની નીચે આવેલી લોહીની નસો અતિશય ફુલી જાય છે. અને ખૂબ પહોળી થઇ જાય છે. ફુલેલી નસોમાં લોહીનો પ્રવાહ અને દબાણ ખૂબ વધી જાય છે. જેથી શરીરનો જે તે ભાગ ડુબીને અતિશય મોટો થઇ જાય છે. આને લીધે પશુને ખૂબજ પીડા થાય છે. આવો એક કિસ્સો પેટલાદ તાલુકાના મોરડ ગામના પશુપાલક ચંદ્રિકાબેન જયંતીભાઈ પરમારની ભેંસમાં જોવા મળેલ. ભેંસની ઉંમર 14 વર્ષ, વેતર-4 હતું જે છેલ્લા 2 વર્ષથી પૂંછડીના ભાગમાં વેરીકોઝ વેઇન નામના રોગથી પીડાતી હતી. જેની પૂછડી ફુલીને મોટી થઇ ગઇ હતી.તેઓ પોતાની ભેંસને સારવાર માટે પેટલાદ ખાતે લાવ્યા હતા.

પશુને પ્રાથમિક ટ્રષ્ટિએ જોતાં પૂછડીનો ભાગ અતિશય ફુલી ગયેલો હતો. ઓપરેશનને ડો. ડી. જી. પટેલ, (પશુ ચિકિત્સક અધિકારી પશુ દવાખાના પેટલાદ) ડો. જાની ઇન્ચાર્જ વેટરનીટી ઓફિસર પેટલાદ સેન્ટર, ડો. નિકીતા જે. પટેલ-પશુ ચિકિત્સક અધિકારી ભુરાકોઇ, પશુધન નિરીક્ષક, બી. કે. ઠાકર પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર ધર્મજ તથા પશુ દવાખાના પેટલાદના સ્ટાફ દ્વારા મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના હેઠળ તદ્દન નિશુલ્ક કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...