રાહુલ ગાંધીનો કાર્યક્રમ બદલાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | ઓખીવાવાઝોડાને લીધે સમગ્ર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયુ અને વરસાદી માહોલ થયો છે. આથી કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના ચરોતર પ્રવાસ પર અસર પડી છે. તેઓ 7મીને બદલે 8મી ડિસેમ્બરે ચૂંટણી પ્રચાર માટે ચરોતરમાં આવવાના છે. 8મી ડિસેમ્બરે બપોરના 3.30 કલાકે તારાપુર ખાતે આગમન થશે. ત્યારબાદ બસમાં યાત્રા કરશે. તેઓ 4.45 કલાકે લીંબાસી અને 6 કલાકે સોજિત્રા ચોકડી ખાતે પહોંચશે. જ્યાં તેમનું સ્વાગત થવાનું છે. ત્યારબાદ સાંજે 7 કલાકે આણંદના લોટેશ્વર ભાગોળ ખાતે તેઓ આવી પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...