• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • લગ્નમાં વરસાદી વિઘ્ન : વરઘોડા અને ગરબાના કાર્યક્રમો ઉપર બ્રેક

લગ્નમાં વરસાદી વિઘ્ન : વરઘોડા અને ગરબાના કાર્યક્રમો ઉપર બ્રેક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચરોતરમાંમાગસર મહિનાની સિઝન બરાબર જામી હતી તે ટાણે કમોસમી વરસાદે દેખા દેતા લગ્નના રંગમાં ભંગ પડ્યો હતો. ચરોતરમાં મોટાભાગના એનઆરઆઇ ખાસ લગ્ન પ્રસંગ માટે સ્વદેશ આવતા હોય છે પરંતુ બે દિવસથી વાતાવરણમાં બદલાવના કારણે તેમનો ઉત્સાહ ઓસરી ગયો હતો.

આણંદ અને નડિયાદ શહેર સહિત બંને જિલ્લામાં સોમાવારે અને મંગળવારે ઝરમર વરસાદના કારણે રસ્તા ભીના થઇ ગયા હતા. ‘ઓખી’ની અસર હજુ બે દિવસ સુધી રહેવાની હવામાન ખાતાની આગાહીના પગલે શુભપ્રસંગો લઇને બેઠેલા લોકોમાં ચિંતા પ્રસરી હતી. વરસાદથી વરઘોડા, રાસગરબા જેવા આઉટડોર કાર્યક્રમો બંધ રહેતા બેન્ડવાજા, કેટરર્સ, મ્યુઝિકલ પાર્ટીવાળા પણ ચિંતિતિ છે.

અન્ય સમાચારો પણ છે...