તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ સહિત તાલુકા મથકોએ પણ કોંગ્રેસે ચક્કાજામ કર્યા

આણંદ સહિત તાલુકા મથકોએ પણ કોંગ્રેસે ચક્કાજામ કર્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોટનાબૂદી અને જનતાને પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાને લઇ કોંગ્રેસ દ્વારા છેલ્લા 3 દિવસથી સરકાર વિરુદ્ધ ધરણાં, રેલી સહિતના કાર્યક્રમો આપીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. રવિવારના રોજ પણ આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આણંદ શહેર સહિત તાલુકા મથકો પર રસ્તા રોકો આંદોલન છેડવામાં આવ્યું હતું. તેના પગલે સવારના 11 વાગ્યા પર મુખ્ય હાઇવે રસ્તાઓ અને શહેરને જોડતા માર્ગો પર કોંગ્રેસી કાર્યકરો ઉમટી પડીને રસ્તા વચ્ચે બેસી જઇ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતાં જોવા મળ્યા હતા. ઠેર-ઠેર એક કલાક સુધી કોંગ્રેસી કાર્યકરોએ ચક્કાજામ કરતાં વાહનોની કતારો લાગી ગઇ હતી. જેથી મુસાફરો હેરાન-પરેશાન થઇ ગયા હતા.

આણંદ શહેર તથા તાલુકાના કોંગ્રેસી કાર્યકરોએ સવારે 11 વાગે નેશનલ હાઇવે નં.8 પર ગામડી ઓવરબ્રીજ પર પહોંચી જઇને રસ્તા રોકો આંદોલન ચક્કાજામ કર્યો હતો. તેના કારણે બંને સાઇડે વાહનોની લાંબી લાંબી કતારો લાગી ગઇ હતી. કોંગ્રેસી કાર્યકરો સરકાર વિરુદ્ધ અડધો કલાક સુધી ઉભા રહી સૂત્રોચ્ચાર કર્યા હતા. આખરે આણંદ શહેર પોલીસ ઘટના સ્થળે દોડી જઇ કાર્યકરોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો. કાર્યક્રમમાં આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કાન્તીભાઈ સોઢા પરમાર, આણંદ પાલિકાના કાઉન્સિલરો અલ્પેશ પઢીયાર, કેતન બારોટ, એનએસયુઆઇના હોદ્દેદારો આણંદ જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ ઇશ્વરીબેન શર્મા સહિતના કાર્યકરો જોડાયા હતા.

નેહા 8 પર ગામડી બ્રીજ પર કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરાયું

ગામડી ઓવરબ્રીજ પર કોંગ્રેસી કાર્યકરોએ વાહનો અટકાવ્યાં

અન્ય સમાચારો પણ છે...