તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવતર પ્રયોગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માત્રએક લિટર પેટ્રોલથી એક વીઘાના ખેતરમાં દાંતી મારવાનું કામ થઇ શકે ખરુંω જોકે અશક્ય વાતને આણંદ જિલ્લાના બે ખેડૂત ભાઇઓએ શક્ય કરી બતાવી છે. સ્કૂટર અને ઓટોરીક્ષાના એન્જિનને મોડીફાઇ કરીને પોતાની કોઠાસૂઝથી બંને ખેડૂત ભાઇએ મીની ટ્રેક્ટર તૈયાર કર્યુ છે.

આણંદ જિલ્લામાં બામણગામમાં રહેતાં વિજયસિંહ પઢિયાર અને રાજેન્દ્રસિંહ પઢિયાર સાત વીઘા જમીનમાં ખેતી કરે છે. તેઓએ સ્કૂટર અને ઓટોરીક્ષાના એન્જિનને મોડીફાઇ કરીને બનાવેલું મીની ટ્રેક્ટર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. વિજયસિંહ પઢિયારે જણાવ્યું હતું કે ‘મેં બી.અેસસી સુધીનો અભ્યાસ કર્યો છે અને નંદેસરીની ખાનગી કંપનીમાં નોકરી કરું છું. મારા ભાઇ રાજેન્દ્રસિંહ પઢિયારે અંગ્રેજી વિષયમાં એમ.એ કર્યુ છે. અમે બંન ભાઇઓ ખેતીમાં વિશેષ રસ દાખવીએ છીએ. ખેતી કરતાં કોઇપણ પાક લઇએ ત્યારબાદ નિંદામણનો મોટો પ્રશ્ન રહે છે. તેમજ ખેતીમાં ટ્રેક્ટરની વિશેષ જરૂરીયાત રહે છે પરંતુ ટ્રેક્ટરની કિંમત ખૂબ ઉંચી હોવાથી ઓછી જમીન ધરાવતાં નાના ખેડૂતો ટ્રેક્ટર લાવી શકતાં નથી. ટ્રેક્ટર વિના ખેતીમાં નિંદામણ સહિતના કામોમાં ખેડૂતોને ખૂબ તકલીફ પડે છે. અમને પણ નિંદામણ સહિતના કામમાં ખૂબ તકલીફ પડતી હતી. જેથી મનમાં વિચાર આવ્યો કે નિંદામણ માટે એવું સાધન બનાવીએ કે નાનું અને સસ્તું હોય અને કામ પણ સરળતાથી થઇ શકે. અમે આત્મા પ્રોજેક્ટમાં જોડાયેલા હોય સુરેશભાઇ અને નરેન્દ્રભાઇના સંપર્કમાં આવ્યા હતા અને ઘણા પ્રગતિશીલ ખેડૂતો વિશે સાંભળ્યું હતું. જેથી અમને પણ ખેતીમાં કંઇક નવીન કરવાનો વિચાર આવ્યો જેમાં અમે સૌપ્રથમ જૂની વસ્તુઓ એકત્ર કરવાનું શરૂ કર્યુ. બી.એસસી કેમેસ્ટ્રીમાં કર્યુ હોવા છતાં મિકેનિકલ લાઇનમાં રસ હોવાથી મને સ્કૂટર અને અોટોરીક્ષાના એન્જિનની કાર્યક્ષમતા વિશે થોડીઘણી જાણકારી હતી. જેથી અમે જુના સ્કૂટર અને ઓટોરીક્ષાના એન્જિન લાવીને તેને મોડીફાઇ કરી ગેર કન્વર્ટ કર્યા. જેની માટે અમને એક વર્ષનો સમય લાગ્યો હતો. ત્યારબાદ એક ફેક્ટરીમાં જઇને લોખંડની પાઇપ લઇને તેને કાપીને બે ટાયર તૈયાર કર્યા હતા. એમાંય દાંતાવાળા ટાયર બનાવ્યા જેથી જમીનમાં ક્રીશ પાડતા જાય અને બંને ટાયર પાછળના ભાગે રાખવામાં આવ્યા. આગળના ભાગ માટે એક રબરનું ટાયર લીધું. ત્રણ ટાયર અને એન્જિન તૈયાર થઇ ગયા બાદ તેની બોડી બનાવવાનું કામ શરૂ કર્યુ હતું. બોડી તૈયાર કર્યા બાદ પાછળ દાંતી લગાવી દેતાં મીની ટ્રેક્ટર તૈયાર થઇ ગયું હતું. પણ માત્ર રૂ.75 હજારમાં અમે મીની ટ્રેક્ટર તૈયાર કરી દીધું. જેનું વજન 140 કિલો છે.’

લિટર પેટ્રોલમાં એક વીઘામાં દાંતી વાગે

વિજયસિંહપઢિયારે જણાવ્યું હતું કે ‘મીની ટ્રેક્ટરમાં એક લિટર પેટ્રોલમાં એક વીધામાં દાંતી વાગી જાય છે. મીની ટ્રેક્ટરની કિંમત પણ ઓછી તેમજ ઇંઘણનો ખર્ચ પણ ઓછો આવે છે. વજન ઓછું છતાં કાર્યક્ષમતા ઘણી વધુ છે. ટ્રેક્ટર નાનું હોવાથી એક સ્થળેથી બીજા સ્થળે પણ સરળતાથી લઇ જઇ શકાય છે. ખેતીના કામમાં ઉપયોગમાં સરળતા રહેવા સાથે સસ્તું પડે છે.’

સ્કૂટર ને રીક્ષાના એન્જિનને મોડીફાઇ કરીને મીની ટ્રેક્ટર બનાવ્યું

અન્ય સમાચારો પણ છે...