તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આંકલાવડીમાં ખેડૂતે ઝેરી દવા પી મોતને વહાલું કર્યું

આંકલાવડીમાં ખેડૂતે ઝેરી દવા પી મોતને વહાલું કર્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાનગરજીઆઇડીસી કોલોનીમાં રહેતી 36 વર્ષની પરિણીતાએ રવિવારે સવારે પોતાના શરીરે કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દેતાં ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

પોલીસસૂત્રોના જણાવ્યાનુસાર વિદ્યાનગર જીઆઇડીસીમાં રસુલભાઈ ગુલામશા દિવાન રહે છે. તેમની બાજુમાં તેમનો પુત્ર બસીરશા પોતાના પરિવાર સાથે રહે છે. તેની પત્ની યાસમીનબાનુએ (ઉ.વ.36) કોઇ અગમ્યકારણોસર રવિવાર સવારે 11 વાગ્યાના અરસામાં ઘરમાં કોઇ હતું. ત્યારે કોઇ અગમ્યકારણોસર પોતાના શરીરે કેરોસીન છાંટીને દિવાસળી ચાંપી દેતાં સળગી ઉઠ્યા હતા. તેથી શરીરે ગંભીર રીતે દાઝી જતાં મોત નીપજ્યું હતું. અંગે વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

બીજા બનાવમાં આંકલાવડી ગામે ચંદુભાઈ સોલંકીએ બે દિવસ અગાઉ ખેતરમાં કોઇ અગમ્યકારણોસર ઝેરી દવા પી લેતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેઓનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.આ અંગે વાસદ પોલીસે આકસ્મિક મોતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

વિદ્યાનગર GIDCની પરિણીતાએ અગનપિછોડી ઓઢી

અન્ય સમાચારો પણ છે...