હળદરી ગામમાં સામાન્ય બાબતે એકનો હાથ ભાગ્યો
આંકલાવતાલુકાના હળદરી ગામમાં નાના બાળકને અપશબ્દો બોલવાની બાબતે ઠપકો આપવા ગયેલાં યુવકને એક ઇસમે માર મારી હાથ ઉપર ફેક્ચર કરી ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ આંકલાવ પોલીસ મથકે નોંધાઇ છે.
હળદરી ગામમાં રહેતાં રમણભાઇ શીવાભાઇ ઠાકોરના સાત વર્ષના દીકરા િનતિનને જયંિતભાઇ ચંદુભાઇ ઠાકોર અપશબ્દો બોલતાં હતાં. બાબતે રમણભાઇના સંબંધી બાબુભાઇ જયંિતભાઇને ઠપકો આપવા ગયાં હતાં. સમયે જયંિતભાઇએ તેઓને અપશબ્દો બોલી લાકડાના દંડાથી હુમલો કરી બાબુભાઇને ડાબા હાથ ઉપર મારી ફેકચર કરી ઇજા પહોચાડી હતી. અંગે આંકલાવ પોલીસે રમણભાઇ ઠાકોરની ફરિયાદ આધારે જયંિતભાઇ ચંદુભાઇ ઠાકોર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.