તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદમાં ત્રણ ઓફિસના તાળાં તૂટ્યાં : ~ 1.62 લાખની ચોરી

આણંદમાં ત્રણ ઓફિસના તાળાં તૂટ્યાં : ~ 1.62 લાખની ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદનીગણેશ ચોકડી પર આવેલી ત્રણ ઓફિસના શુક્રવારે મધરાત્રે તસ્કરોએ તાળાં તોડી તેમાંથી રૂા. 1.62 લાખની ચોરી કરતાં અંગેની ફરિયાદ આણંદ શહેર પોલીસ મથકે નોંધાઈ છે.

આણંદ ગણેશ ચોકડી સ્થિત વેલકમ પ્લાઝામાં રહેતા ચંદ્રકાન્તભાઈ રમણભાઈ નાયડુ ગણેશ ચોકડી પાસે આવેલા એનઈ સર્કલ સ્થિત બીજા માળે પૂજા વેન્ડ એન્ડ પ્રા. લિ. નામે ઓફિસ ધરાવે છે. શનિવારે સવારે દસ કલાકે તેમની ઓફિસ પર ગયા હતા ત્યારે તેમની ઓફિસના દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં જોતાં ચોંકી ઉઠ્યા હતા. તેની પાસે આવેલી અન્ય બે ઓફિસના પણ તાળાં તૂટ્યાં હતા. તેમણે તેમની ઓફિસમાં તપાસ હાથ ધરતાં ઓફિસમાંથી લેપટોપ, ડિજીટલ કેમેરા તેમજ રોકડા રૂા. 80 હજાર મળી કુલ રૂા. 1.62 લાખની મત્તાની ચોરી થઈ હતી.

આણંદ એની સર્કલમાં ત્રણ ઓફિસોના તાળાં તૂટ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...