તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • સામરખા ચોકડીએથી ચોરીની રિક્ષા સાથે શખસ પકડાયો

સામરખા ચોકડીએથી ચોરીની રિક્ષા સાથે શખસ પકડાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદનીસામરખા ચોકડીએથી આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ચોરીની રિક્ષા સાથે સોિજત્રાના શખ્સને ઝડપી પાડ્યો હતો. શખ્સે એક વર્ષ અગાઉ નંબર વગરની એક રિક્ષા અમદાવાદના નારોલ સર્કલ અંબિકા હોટલ પાસેથી ચોરી હતી. જે તે નડિયાદથી અમદાવાદ તરફ ફેરવતો હોવાની કબુલાત કરી હતી.

અંગેની પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ શુક્રવારે રાત્રે વાહનચેકીંગની કામગીરી કરી રહી હતી ત્યારે નડિયાદથી આણંદ તરફ આવી રહેલી એક રિક્ષાને શંકાને આધારે અટકાવી હતી. પોલીસે રિક્ષાચાલકની પૂછપરછ હાથ ધરતાં તેણે તેનું નામ ઈરફાન ઉર્ફે દત્ત યુનુસભાઈ વ્હોરા (રહે. ચારકુવા ભાગોળ, સોજિત્રા) હોવાનું જણાવ્યું હતું. પોલીસની સઘન તપાસમાં શખ્સ રિક્ષાને ખોટો પાસીંગ નંબર તથા ચેસીસ નંબર લગાવી ફરતો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ કરતા િરક્ષા તેણે એક વર્ષ અગાઉ અમદાવાદના નારોલ સર્કલ પાસેની અંબિકા હોટેલ પાસેથી ચોરી કરી હતી. વધુમાં તે નડિયાદથી અમદાવાદ તરફ વર્ધી મારતો હોવાનું કબુલાત કરી હતી. પોલીસે રૂા. 1 લાખની કિંમત સાથે રિક્ષા કબ્જે લઈ તેની ધરપકડ કરી અગાઉ તે કોઈ ચોરીમાં સંડોવાયેલો છે કે કેમ તે સંદર્ભે વધુ પૂછપરછ હાથ ધરી છે.

આણંદ શહેરમાં વાહન ચોરીના વધી રહેલાંના કિસ્સાના પગલે પોલીસે સઘન વાહન ચેકીંગ હાથ ધર્યું છે. જેને પગલે ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.

આણંદ પોલીસે રિક્ષા ચોરને પકડી આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...