તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચરોતરમાં 3જી માર્ચ બાદ વાતાવરણમાં પલટો આવશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છુટાછવાયાવાદળો આવવા સાથે તાપમાનમાં વધ ઘટ થતાં બેવડી ઋતુ અનુભવાઇ રહી છે. આગામી અઠવાડિયા સુધી બેવડી ઋતુનો માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમજ પાકિસ્તાન પર સરક્યુલેશન સર્જાતા 3જી માર્ચ બાદ વાતાવરણમાં પલટો આવવાની શક્યતા વ્યકત કરવામાં આવી છે.

આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના વડા ડો.વ્યાસપાંડેએ જણાવ્યું હતું કે ‘પાકિસ્તાન પર સરક્યુલેશન ડેવલપ થવાની શક્યતા છે. પાકિસ્તાન પર સરક્યુલેશન ડેવલપ થતાં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વરસાદી માહોલ સર્જાશે, જેની અસર હેઠળ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. આગામી અઠવાડિયામાં તાપમાનમાં સામાન્ય વધ ઘટ સાથે બેવડી ઋતુનો માહોલ યથાવત રહેશે.’ આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે મહતમ તાપમાન 33.8 ડિગ્રી, લઘુતમ તાપમાન 15.7 ડિગ્રી, ભેજનું પ્રમાણ 59 ટકા, પવનની ઝડપ 1.7 કિમી પ્રતિ કલાક અને દિશા ઉત્તર પૂર્વ નોંધાઇ હતી. છેલ્લા ઘણાં દિવસોથી છુટાછવાયા વાદળો આવવા સાથે તાપમાનમાં થતી વધ ઘટના પગલે ઠંડી ગરમી એમ બેવડી ઋતુ અનુભવાઇ રહી છે. બેવડી ઋતુના કારણે જીવાતો અને મચ્છરોનો ઉપદ્રવ ચરોતરમાં વધી જતાં છેલ્લા દસેક દિવસથી મેલેરિયાના તાવનું પ્રમાણ વધ્યું છે. શર્દી-ખાંસીના દર્દીઓમાં પણ વધારો નોંધાયો છે.

ઉનાળાના આગમનના ટકોરા વાગી રહ્યા છે. ત્યારે શેરડીના કોલા શરૂ થઇ ગયા છે

અન્ય સમાચારો પણ છે...